GSTV
Home » News » લો બોલો શાકભાજી વેચનારાઓ 2 વર્ષથી ચલાવતા હતા નકલી પોલીસ સ્ટેશન, પછી ઝડ્પાયા તો….

લો બોલો શાકભાજી વેચનારાઓ 2 વર્ષથી ચલાવતા હતા નકલી પોલીસ સ્ટેશન, પછી ઝડ્પાયા તો….

અત્યાર સુધી તમે એવા સમાચાર સાંભ્યળ્યા હશે કે જ્યાં પોલીસકર્મીની વર્દી પહેરીને આરોપીઓએ લોકો પર લૂટ ચલાવી હોય. પરંતુ મધ્યપ્રદેશમાં આ તત્વો એક ડગલું આગળ વધીને બનાવટી પોલીસ સ્ટેશન ખોલ્યું હતું. એટલું જ નહીં આ લોકોએ પોલીસ કર્મચારી તરીકેની ફરિયાદો (FIR) પણ લખી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક ભ્રષ્ટ અને લાલચુ પોલીસ કર્મચારીઓની મદદથી આ સ્ટેશન 2017 થી ચાલતું હતું, પરંતુ આખરે ગુરુવારે આ પોલીસ સ્ટેશનના ચાર નકલી પોલીસ કર્મચારીઓની ધરપકડ કરાઈ અને આ મામલાનો પડદાફાર્શ કરવામાં આવ્યો હતો.

ગુરુવારે ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રનાં એસપી ક્રાઈમ બ્રાંચ પંકજ પાંડેને બનાવટી પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ મળ્યા બાદ તુંરતજ કાર્યવાહી કરી હતી અને નકલી પોલીસ કર્મચારી તરીકે કામ કરતા અને ખંડણી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ચાર આરોપીની ઓળખ કરી હતી. ચારેય આરોપીની ઓળખ રિંકેશ, સુરેન્દ્ર, કમલા અને શિવમ તરીકે થઈ છે.

પોલીસનાં નિવેદન અનુસાર ખાખી વર્દી પહેરીને આ ચાર લોકો શાકભાજી વિક્રેતા, ટ્રક ડ્રાઈવર પાસેથી જબરજદસ્તીથી પૈસાની વસૂલી(ખડણી) કરતા હતા. અને લોકોને ડરાવવા માટે ફોન પર પોલીસ સ્ટેશનનાં અધિકારી હોવાનું નાટક કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચનાં ઉચ્ચ પોલીસ અધિક્ષક પંકજ,પાડેએ નિવેદન આપ્યું હતું કે અમે એ તપાસ કરી રહ્યા છીએ કે આ ચાર લોકોને કોઈ અન્ય ઉદ્દેશથી કાર્ય પર રાખ્યા હતા કે તેઓ નગર નિગમમી રક્ષા સમિતિથી છે. તે આગળની તપાસ દ્રારા ખબર પડશે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!