મોદીનાં આવ્યાં પહેલાં જ નક્સલવાદીઓએ કર્યો ધમાકો, સતત બીજા હુમલામાં એક જવાન સહિત ચારનાં મોત

થોડા દિવસો પછી છત્તીસગઢમાં ચૂંટણી યોજાશે. અગાઉ, દાંતીવાડા જીલ્લાના બછૈલીમાં આઈઈડી બોમ્બ વિસ્ફોટ કરીને માઓવાદીઓએ બસ ઉડાવી હતી. આ હુમલામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)નો એક સૈનિક મૃત્યુ પામ્યો છે. ત્યાં ચાર નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, બે સીઆઈએસએફ કર્મચારીઓ ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હુમલા વખતે સીઆઈએસએફ જવાનોને ચૂંટણી ફરજ પર રાખવામાં આવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં એક દિવસ અગાઉ નક્સલવાદીઓએ આ વિસ્ફોટ કર્યો હતો. બસ્તર જીલ્લાના જગદલપુરને નક્સલવાદીનું ગઢ હોવાનું માનવામાં આવે છે ત્યાં વડા પ્રધાન મોદીજી 9 મી નવેમ્બરે ચૂંટણીના પ્રચાર માટે જવાનાં છે. ચૂંટણા પહેલા આ બીજો હુમલો છે. અગાઉ 30 મી ઑક્ટોબરે, અરનપુર પોલીસ સ્ટેશન હેઠળ આવેલા નિલેવા ગામમાં એક હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં દૂરદર્શનના એક કેમેરામેન,અને બે પોલીસમેન શામેલ હતા જે શહીદ થયા હતા.

રાજ્યમાં 18 વિધાનસભાની બેઠકો નક્સલ અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં છે. 12 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યની બાકીની 72 બેઠકો માટે 20મી નવેમ્બરે ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 11 ડિસેમ્બરના રોજ આવશે. અહીં, છેલ્લા 15 વર્ષથી, ભાજપ સરકાર રમણ સિંહની નેતૃત્વ હેઠળ શાસન કરી રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter