GSTV
Home » News » અંબાણીના લગ્ન પણ ફીકા લાગે એવા રૉયલ વેડિંગ : 200 હેલીકોપ્ટર અને 100 પંડિત, 4 કિલો ચાંદીનું અનોખુ કાર્ડ

અંબાણીના લગ્ન પણ ફીકા લાગે એવા રૉયલ વેડિંગ : 200 હેલીકોપ્ટર અને 100 પંડિત, 4 કિલો ચાંદીનું અનોખુ કાર્ડ

દક્ષિણ આફ્રિકા સાથે સંબંધ ધરાવતા વિવાદાસ્પદ NRI ગુપ્તા બ્રધર્સના બે દિકરાઓના હાઇપ્રોફાઇલ લગ્ન ઉત્તરાખંડના શાનદાન હિલસ્ટેશન ઔલી ખાતે થવા જઇ રહ્યાં છે. હાઇ પ્રોફાઇલ લગ્ન એટલા માટે કહી શકાય કારણ કે આ લગ્નમાં 200 કરોડ રૂપિયા ખર્ચ થશે.

પ્રથમ લગ્ન અજય ગુપ્તાના પુત્ર સૂર્યકાંતના 18થી 20 જૂનની વચ્ચે હશે. જ્યારે તેમના નાના ભાઈ અતુલ ગુપ્તાના પુત્ર શશાંકના લગ્ન 20થી 22 જૂનના રોજ કરવામાં આવશે. સૂર્યકાંતના લગ્ન, હીરાના વેપારી સુરેશ સિંઘલની પુત્રી, કૃતિકા સિંઘલ અને શશાંકના લગ્ન દુબઇના બિઝનેસમેન વિશાલ જાલાનની પુત્રી શિવાંગી જાલાન સાથે થશે.

ઔલીમાં તમામ હોટેલ્સ બુક

હાલમાં, લગભગ તમામ હોટલ અને રિસોર્ટ એક અઠવાડિયા માટે ગુપ્તા ભાઈઓના નામે થઇ છે. લગ્ન વખતે સુશોભન માટે સ્વિટ્ઝર્લૅન્ડથી 5 કરોડ રૂપિયાના ફૂલો મંગાવવામાં આવ્યાં છે.

200 હેલિકોપ્ટર

મહેમાનોને દિલ્હીથી ઔલી લાવવા માટે લગભગ 200 હેલિકોપ્ટર ભાડે લીધા છે. આ રોયલ લગ્ન માટે, 100 પંડિતો બુક કરાયા છે. વેડિંગ કાર્ડ પણ અનોખું  છે. ચાંદીથી બનેલા કાર્ડનું વજન આશરે સાડા ચાર કિલો છે.

મહેમાનોમાં નેતાઓ, બિઝનેસ લીડર્સ, બોલીવુડ સ્ટાર્સ અને અન્ય પ્રતિષ્ઠિત લોકો શામેલ હશે. લગ્નમાં હાજર મહેમાનોને બદ્રીનાથ મંદિર પણ લઇ જવામાં આવશે. આ ઉપરાંત, મહેમાનો માટે આશરે 400 વિવિધ પકવાનોની વ્યવસ્થા કરવામાં આવશે.

કોણ છે ગુપ્તા બ્રધર્સ

ઉત્તર પ્રદેશના સહારનપુરથી 1993માં ભણ ભાઇઓ અજય ગુપ્તા, અતુલ ગુપ્તા અને રાજેશ ગુપ્તા સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. આ ત્રણેય ભાઇઓના સાઉથ આફ્રિકામાં બિઝનેસનું વિશાળ સામ્રાજ્ય ઉભુ કરવાની કહાની એકદમ ફિલ્મી છે. તેમના પિતા શિવકુમાર ગુપ્તાની સહારનપુરના રાણીબજાર સ્થિત રાયવાલા માર્કેટમાં એક સમયે કિરાણાની દુકાન હતી. પિતા સહારનપુરમાં મસાલાના જાણીતા વેપારી હતાં.

સહારનપુરમાં આ ત્રણે ભાઈઓનું બાળપણ પસાર થયું છે. ત્રણ ભાઈઓ અભ્યાસમાં હોશિયાર હતા. પિતા શિવકુમારે વર્ષ 1985માં વચલા પુત્ર અતુલ ગુપ્તાને અભ્યાસ માટે દિલ્હી મોકલ્યા હતા. અભ્યાસ પછી, અતુલ દિલ્હીની હયાત હોટેલમાં કામ કરતા હતા અને અહીંથી દક્ષિણ આફ્રિકા ગયા હતા. અતુલે કમ્પ્યુટર કોર્સ કર્યો હતો.

સૌપ્રતમ અતુલ ગુપ્તા પહોંચ્યા સાઉથ આફ્રિકા

અતુલને ટૂંક સમયમાં જ સમજાયું કે રંગભેદના યુગથી ઉભરી આવી રહેલા દક્ષિણ આફ્રિકામાં વેપાર માટે ઘણી સંભાવનાઓ છે. અતુલ ગુપ્તાએ પ્રથમ અહીં પોતાનો નાના બિઝનેસ શરૂ કર્યો. ધંધો જામવાનો શરૂ થયો ત્યારે, અતુલે તેમના ભાઈ અજય અને રાજેશને દક્ષિણ આફ્રિકા બોલાવી લીધાં. અતુલના મોટા ભાઈ અજય ગુપ્તાએ સીએમાં ડિગ્રી લીધી છે, જ્યારે રાજેશે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

સૌ પ્રથમ, અતુલ ગુપ્તાએ 1993 માં દક્ષિણ આફ્રિકામાં સહારા કમ્પ્યુટર્સની શરૂઆત કરી હતી. શરૂઆતમાં વ્યવસાય ખૂબ જ નાનો હતો, પરંતુ ત્રણેયની સખત મહેનત રંગ લાવી અને સમગ્ર દક્ષિણ આફ્રિકામાં, ગુપ્તા ભાઈઓનો કમ્પ્યુટરનો વ્યવસાય ફેલાયો. એટલું જ નહીં, ટૂંક સમયમાં જ તેમની કંપની આફ્રિકાની નંબર વન કંપની બની.

સફળતા પર સફળતા

તે પછી ગુપ્તા ભાઈઓએ કોલ અને ગોલ્ડ માઇનિંગમાં પણ હાથ અજમાવ્યો. તેમણે જે ક્ષેત્રમાં પગ મુક્યો તેમાં તેઓ સફળ થયા હતા. ગુપ્તા ભાઈઓએ મીડિયા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને દક્ષિણ આફ્રિકામાં ન્યૂઝ એજ નામનું અખબાર શરૂ કર્યું. તેમજ અનેક ન્યૂઝ ચેનલોના માલિક બન્યાં. અતુલ ગુપ્તા અને રાજેશ ગુપ્તાને દક્ષિણ આફ્રિકાની નાગરિકતા મળી છે.

વ્યવસાયના વિસ્તાર કેવી રીતે થયો

1994 માં  ગુપ્તા ભાઈઓએ 1.4 મિલિયન રેન્ડ સાથે કંપની શરૂ કરી અને આગામી ત્રણ વર્ષમાં કંપની 97 મિલિયન રૅંડની બની ગઈ. 1994 માં, પિતાના અવસાન પછી, આખું કુટુંબ દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયું.

દક્ષિણ આફ્રિકાના વેપાર જગતમાં આ ત્રણેય ભાઈઓનું નામ મોટું છે. તેમની પાસે ઘણી મોટી કંપનીઓ છે. જોહાનિસબર્ગ અને કેપ ટાઉનમાં સેંકડો એકરથી વધુ જમીન પર એક વૈભવી વિલા ફેલાયેલો છે. વર્તમાન સમયમાં, ગુપ્તા ભાઈઓના દક્ષિણ આફ્રિકામાં કોમ્પ્યુટરીંગ, માઇનિંગ, એર ટ્રાવેલ, એનર્જી, ટેકનોલોજી અને મીડિયાનો વ્યવસાય ફેલાયો છે.

રિયલ એસ્ટેટમાં પ્રવેશ

આ ગુપ્તા પરિવારે રિયલ એસ્ટેટ અને શેરબજારમાં પણ સારુ રોકાણ કર્યુ છે. વ્યવસાયની સફળતા વચ્ચે, ગુપ્તા ભાઈઓ રાજકીય ક્ષેત્રમાં વધુ સક્રિય બન્યાં. દક્ષિણ આફ્રિકાના વર્તમાન પ્રમુખ જેકબ ઝુમા સાથે તેના પારિવારિક સંબંધો  છે. કારણ કે જેકબ ઝુમાના પરિવારના ઘણા લોકો ગુપ્તા ભાઈઓના વ્યવસાય સાથે જોડાયેલા હતા. અજય ગુપ્તાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જેકબ ઝુમા સાથેના તેમના સંબંધો એક દાયકા જૂના છે.

જેટલો મોટો વ્યવસાય એટલો મોટો વિવાદ

સફળતા પછી, ગુપ્તા ભાઈઓનું નામ વિવાદ સાથે જોડવામાં આવ્યું છે. એવો આરોપ છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકોબ ઝુમા, જે દક્ષિણ આફ્રિકામાં ખૂબ પ્રખ્યાત હતા, તેઓએ આ ભાઈઓના કારણે તેમની ખુરશી ગુમાવવી પડ હતી. ઝુમાના શાસન દરમિયાન ગુપ્તા પરિવાર પર સરકાર ચલાવવાનો આરોપ છે. આજે પણ, આ ભાઈઓ સામે કૌભાંડમાં ન્યાયિક તપાસ છે. અહેવાલો અનુસાર, વિવાદના કારણે ગુપ્તા પરિવાર હાલમાં દુબઇમાં રહે છે.

રાજકારણમાં દખલગીરીના આરોપો

વર્ષ 2016 માં આફ્રિકાના સૌથી વિકસિત દેશો દક્ષિણ આફ્રિકાના રાજકારણમાં ખૂબ જ હલચલ મચી ગઇ હતી. દેશના નાયબ નાણાં પ્રધાન મસોબિસી જોનાસે દાવો કર્યો હતો કે ભારતીય મૂળના ઉદ્યોગપતિ ગુપ્તા ભાઈઓએ તેમને નાણાં પ્રધાન બનાવવાનું વચન આપ્યું હતું.

એટલું જ નહીં, વર્ષ 2018 માં પોલીસે ગુપ્તા પરિવારના દક્ષિણ આફ્રિકાના કેટલાક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. પરિવાર પર એવો આરોપ હતો કે તેઓએ રાષ્ટ્રપતિ સાથેના તેમના સંપર્કોનો લાભ લીધો અને અનેક સરકારી કરારો પ્રાપ્ત કર્યા અને મંત્રીઓની નિમણૂંકમાં દરમિયાનગીરી કરી. એવું કહેવામાં આવે છે કે ઝુમાની મદદથી, ગુપ્તા ભાઈઓનો વ્યવસાય ખૂબ ઝડપથી વધ્યો હતો.

ગુપ્તા બ્રધર્સનો જલવો

2002 માં, દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ ભારત પ્રવાસ પર આવી. તે સમયે, ગુપ્ત ભાઈઓએ સમગ્ર દક્ષિણ આફ્રિકાની ટીમને સહારનપુર બોલાવી હતી. તેવું પણ કહેવામાં આવે છે કે વર્ષ 2009માં જ્યારે લલિત મોદીએ આઈપીએલ દક્ષિણ આફ્રિકામાં ખસેડી હતી, ત્યારે ગુપ્તા ભાઈઓએ જ તમામ વ્યવસ્થાઓ કરી હતી.

Read Also

Related posts

આ 5 મહિલા પર આધારિત છે મિશન મંગલ, બે સાયન્ટિસ્ટનો ગુજરાત સાથે છે આ રીતે નાતો

Mayur

10 પાસ માટે પોસ્ટ ઑફિસમાં બંપર વેકેન્સી, મળશે આટલી સેલરી

Bansari

8 વર્ષની છોકરીએ મિશન મંગલનો બનાવ્યો ફોટો, અક્ષય કુમારે ભાવુક થઈ કહી વાત…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!