GSTV

પશ્ચિમ બંગાળમાં મંદિરમાં ધક્કામુક્કીથી ચારના મોત, 27 ઘાયલ

Last Updated on August 24, 2019 by Mayur

પશ્ચિમ બંગાળના ઉત્તરી ૨૪ પરગણા જિલ્લામાં આવેલા એક મંદિર ખાતે શુક્રવારે વહેલી સવારે ભીડના કારણે નાસભાગ મચી ગઈ હતી અને તે દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, કછુઆ લોકનાથ મંદિર પાસે ભાગદોડ થવાના કારણે ચાર લોકોના મોત થયા હતા અને ૨૭ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા વળતર પેટે ચુકવવાની જાહેરાત કરી હતી. 

જાણવા મળ્યા મુજબ શુક્રવારે વહેલી સવારે કછુઆ લોકનાથ મંદિર પરિસરમાં લોકોની ભારે મોટી ભીડ એકઠી થઈ હતી અને અચાનક જ વરસાદ વરસવા લાગ્યો હતો. વરસાદથી બચવા માટે લોકોએ ત્યાં ઉભા કરવામાં આવેલા વાંસના અસ્થાયી સ્ટોલમાં આશરો લીધો હતો.

ભારે વરસાદના કારણે તે પૈકીનો એક સ્ટોલ પડી ભાંગ્યો હતો જેથી લોકો ગભરાઈ ગયા હતા અને આમથી તેમ દોડવા લાગ્યા હતા. તે જગ્યા ખૂબ સાંકડી હોવાના કારણે થોડા લોકો મંદિર પાસેના તળાવમાં ખાબક્યા હતા જેથી લોકોમાં નાસભાગ વધી ગઈ હતી. 

મમતા બેનર્જીએ રાહત અને બચાવ કાર્ય પર વિશેષ ધ્યાન આપીને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. આ ઉપરાંત તેમણે ગંભીર રીતે ઘવાયેલા લોકોને એક લાખ રૂપિયા અને સામાન્ય ઈજાઓ પહોંચી હોય તેમને ૫૦ હજાર રૂપિયાનું વળતર ચુકવવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો લોકનાથ બ્રહ્મચારીનો જન્મ દિવસ ઉજવવા માટે લોકનાથ મંદિર ખાતે એકત્ર થાય છે. ઘટનાના અનુસંધાને રાજ્યના વરિષ્ઠ મંત્રીઓને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને ઘાયલો પૈકીના બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

READ ALSO

Related posts

કોવેક્સિનના વેચાણ પર ICMRને મળશે 5% રોયલ્ટી, જાણો હવે કેમ ઉઠી રહ્યા છે સવાલ?

Pritesh Mehta

રાજ્યમાં ભારે વરસાદ માટે જોવી પડશે રાહ, વરસાદ ખેંચાતા જગતનો તાત ભારે ચિંતામાં: ચોમાસામાં હજી પણ 36 ટકા વરસાદની ઘટ

pratik shah

પંજાબમાં ‘ઉનાકાંડ’: દલિત યુવકે પગાર માંગ્યો તો પહેલા તેને ટેક્ટર સાથે બાંધી દીધો અને માર્યો ઢોરમાર, 2 આરોપીઓની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!