GSTV
Home » News » ન્યૂઝિલેન્ડની મસ્જિદમાં થયેલા અંધાધૂધ ગોળીબારમાં 4 ગુજરાતીઓના મોત

ન્યૂઝિલેન્ડની મસ્જિદમાં થયેલા અંધાધૂધ ગોળીબારમાં 4 ગુજરાતીઓના મોત

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ વિસ્તારમાં મસ્જિદમાં થયેલા અંધાધૂંધ ગોળીબારીમાં 4 ગુજરાતીઓના મોત થયા છે. વડોદરાના પિતા પુત્ર આરીફ અને રમીઝ, અમદાવાદના જૂહાપુરમાં રહેતા મહેબૂબ ખોખર તેમજ નવસારીના અડદા ગામના જુનૈદનું ગોળીબારીમાં મોત થયુ છે. વડોદરાના રમીઝભાઈ ન્યૂઝીલેન્ડમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા જોકે તેમની પત્ની ગર્ભવતી હોવાથી પિતા આરીફભાઈ અને માતા પણ ન્યૂઝીલેન્ડ ગયા હતા.

થોડા દિવસ પહેલા જ તેમને ત્યાં દિકરીનો જન્મ થયો હતો પરંતુ આતંકી ઘટનાએ પરિવારમાં માતમ ફેરવી દીધો. તો અમદાવાદના મહેબૂબ ખોખર જીઈબીમાંથી 5 વર્ષ પહેલાજ નિવૃત્ત થયા હતા. તેઓ તેમના પુત્રને મળવા ન્યૂઝીલેન્ડ ગયા હતા. પરંતુ કમનસીબે આતંકવાદનો ભોગ બન્યા. જ્યારે નવસારીના અડદા ગામનો જૂનૈદ અંધાધૂંધ ગોળીબારીમાં સ્થળ પર તેનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.

READ ALSO

Related posts

રાજ્યમાં મહીસાગરનાં કડાણા જળાશયમાં ફ્કત 52% પાણીનો જથ્થો

Path Shah

વારાણસીમાં PM મોદીનો રોડ-શો, ઉમેદવારી પહેલા દરેકનાં દિલ જીતવાની આ છે સ્ટ્રેટેજી

Riyaz Parmar

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar