GSTV
Home » News » પ્રવાસે નિકળેલા ગોધરાના ચાર યુવાનો અચાનક ગાયબ થઇ ગયાં, રહસ્યમય રીતે પાણીમાંથી મળી આવ્યાં મૃતદેહ

પ્રવાસે નિકળેલા ગોધરાના ચાર યુવાનો અચાનક ગાયબ થઇ ગયાં, રહસ્યમય રીતે પાણીમાંથી મળી આવ્યાં મૃતદેહ

ગોધરાના ચાર યુવાનો કાર લઈને સૌરાષ્ટ્ર પ્રવાસે નિકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગયા હતા. તપાસ કરતા મેંદરડા નજીક પાણીમાં ડૂબેલી હાલતમાં કાર મળી જેમાંથી ચારેય યુવકોના મૃતદેહ મળ્યા છે.

ગોધરા નજીકના રામપુરામાં ખાનગી કોલેજમાં નોકરી કરતા ચાર યુવકો 7 ડિસેમ્બરના રોજ વીરપુરથી સોમનાથ જવા નિકળ્યા હતા ત્યારે તેઓનો સંપર્ક કપાયો હતો.જેથી પરિવારજનોએ સ્થાનિક આગેવાનોનો સંપર્ક કર્યો અને પોલીસે પણ યુવાનોની તપાસ હાથ ધરી.

પોલીસને જૂનાગઢ તરફ આવેલા વોકળઆમા ડૂબેલી હાલતમાં ઈકો કાર જોવા મળી જેમાંથી જીગર પટેલ અને મૌલિક પટેલ નામના બે યુવકોની લાશ મળી જ્યારે પિનાકિન પટેલ અને મોહિત પટેલ નામના યુવકોની વહેલી સવારે લાશ મળી.

કાર પાણીમાં કેવી રીતે ખાબકી તે અંગે એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી છે.મોડી રાત્રે પામીમાં ડૂબેલી કારને ક્રેન વડે બહાર કાઢી.સ્થાનિકોનું કહેવું છે કે અહીયા પાણીમાં મગર હોવાથી રાત્રીના સમયે પાણીમાં ઉતરવુ મુશ્કેલ બન્યું છે.

Read Also

Related posts

300 કિલોમીટરની ઝડપે ભાગે છે ટ્રમ્પનું મરીન, ખાસિયતો જાણી અચંબિત થઈ જશો

Arohi

ગાંધી આશ્રમની મુલાકાત સમયે માત્ર આટલા લોકો રહેશે હાજર, મુખ્યમંત્રીને પણ નો-એન્ટ્રી

Nilesh Jethva

ટ્રમ્પ અને મેલેનિયાના સ્વાગત માટે મોદી તમામ પ્રોટોકોલ તોડશે, જાણો શું કરવાના છે પ્રધાનમંત્રી ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!