આઈએનએક્સ કેસમાં નાણાં મંત્રાલયના ચાર ભૂતપૂર્વ અધિકારીઓ સામે સકંજો કસાતા 71 ભૂતપૂર્વ અમલદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને ચાર અધિકારીઓને નિશાન બનાવાઈ રહ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે પત્રમાં એવો પણ દાવો કર્યો છે કે આ પ્રકારની કાર્યવાહી મહેનતુ અને પ્રમાણિક અધિકારીઓને મહત્ત્વના નિર્ણયો લેતા હતોત્સાહિત કરશે.
ભૂતપૂર્વ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર શિવશંકર મેનન, પંજાબના ભૂતપૂર્વ ડીજીપી જુલિયો રીબેરો સહિત 71 ભૂતપૂર્વ અમલદારોએ વડાપ્રધાનને મોકલાયેલા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે માગણી કરી હતી કે તર્કસંગત સમય મર્યાદા પછી કોઈ કેસની ફાઈલ ફરીથી ખુલવી ન જોઈએ.
ભૂતપૂર્વ અમલદારોએ ટૂંકા રાજકીય લાભો માટે નિવૃત્ત, કાર્યરત અધિકારીઓને ‘નિશાન’ બનાવવા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. ગયા મહિને સરકારે આઈએનએક્સ મીડિયા કેસમાં એફઆઈપીબીની મંજૂરી આપવા સંબંધે નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ સિંધુશ્રી ખુલ્લર અને અન્યો સામે કેસ ચલાવવા સીબીઆઈને મંજૂરી આપી હતી.
આઈએનએક્સ મીડિયા કેસમાં ખુલ્લર ઉપરાંત સરકારે માઈક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ અનુપ કે. પુજારી, નાણામંત્રાલયમાં તત્કાલિન ડિરેક્ટર પ્રબોધ સક્સેના અને આર્થિક બાબતોના વિભાગમાં ભૂતપૂર્વ અન્ડર સેક્રેટરી રબિન્દ્ર પ્રસાદ સામે કેસ ચલાવવાની પણ મંજૂરી આપી હતી તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓએ ‘રાજકીય અદાવતોનો ભોગ’ અધિકારીઓને બનાવી તેમની સામે થતી ફોજદારી કાર્યવાહી સામે પણ સરકારની ઝાટકણી કાઢી હતી. ભૂતપૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી અમલદારોને તેમની સત્તાવાર ફરજ અદા કરતી વખતે ઉત્સાહપૂર્ણ કૃત્યો માટે કોઈ સંરક્ષણ નહીં મળી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.
READ ALSO
- ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન
- હવે દિલ્હી મેટ્રો 100 કિમીની ઝડપે દોડશે, આટલા સમય વહેલા પહોંચશે એરપોર્ટ
- દિલ્હીથી અમૃતસર જઈ રહેલી ટ્રેનના 8 ડબ્બા જુદા પડી ગયા, લોક પિન ખુલી જતા આ ઘટના સર્જાઈ
- શું તમે Facebook, Twitter અને Amazon જેવી ઘણી પ્રખ્યાત બ્રાન્ડના મૂળ નામોથી પરિચિત છો ?
- રાજકોટ/ ગટર સાફ કરતા કોન્ટ્રાક્ટર-મજૂરના મોત મુદ્દે ડીસીપીએ મુલાકાત લીધી, પરીવારજનો સાથે થઈ શાબ્દિક માથાકૂટ