GSTV
Home » News » ચાર વહુઓએ સાસુને આપી કાંધ, જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ

ચાર વહુઓએ સાસુને આપી કાંધ, જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ

સાસુ અને વહુનો સબંધ ખુબ નાજુક હોય છે. ઘણી વખત બન્ને એક બીજાને નથી સમજી શકતા અને તેમની વચ્ચે દુરીઓ વધતી જાય છે. પરંતુ મહારાષ્ટ્રના બીડના કાશીનાથ નગર વિસ્તારમાં 4 વહુઓએ દુનિયાના વિચારને જ બદલી નાખ્યો છે. તેમણે વર્ષો જુની પરંપરાઓને તોડીને પોતાની સાસુના શબને કાંધ આપી. જેણે પણ આ નજારો જોયો તે ચોંકી ઉઠ્યું હતું.

હકીકતે બીડમાં રહેનારી સુંદરબાઈ દગડુ નાઈકવાડનું વૃદ્ધાવસ્થાને કારણે 83 વર્ષની ઉંમરમાં સોમવારે નિધન થઈ ગયું હતું. તે પોતાના 4 દિકરા, 4 પુત્રવધુ અને પૌત્ર-પૌત્રિઓના પરિવારની સાથે રહેતા હતા. જ્યારે નાઈકવાડેની અર્થી ઉઠાવવાને સમય આવ્યો ત્યારે તેની ચારેય પુત્રવધુઓ આગળ આવી અને પોતાની સાસુને કાંધ આપી.

કહેવામાં આવી રહ્યું છે કે સાસું સુંદરબાઈ નાઈકવડે પોતાની ચારેય વહુઓને દિકરીઓની જેમ પ્રેમ આપ્યો.  એજ કારણ છે કે સાસુના નિધન બાદ વહુઓએ કંધ આપવાની ઈચ્છા જાહેર કરી. જ્યારે ચારે વહુઓ પોતાની સાસુનું શબ લઈને નિકળી તો જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ.

Read Also

Related posts

Video: આ શું? પારસ છાબડાને છોડી આ શખ્સ સાથે રોમેન્ટિક જસલીન મથારુ! જોતજોતામાં તો…

Bansari

આ રાજ્યમાં આગામી વસ્તી ગણતરી જાતિ આધારિત થશે, વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થયો

Pravin Makwana

અમદાવાદમાં એક ફ્રીજ સવારે પાંચ વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહે છે, સલામ કરશો આ પહેલને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!