GSTV
News Trending World

કડક વલણ / યુક્રેનના ચાર શહેરો રશિયામાં વિલયથી ભડક્યું અમેરિકા, 1000 રશિયન નાગરિકો પર મૂક્યો પ્રતિબંધ

યુક્રેનના ચાર રાજ્યોને પર કબ્જો જમાવી લીધો છે તેમ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એલાન કર્યું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રશિયા માટે આ એક મોટું પગલું માનવામાં આવે છે. પુતિનની કાર્યવાહીના પડઘા અમેરિકામાં પડ્યા છે. બાઈડન પ્રશાસને રશિયા સામે યુએસના નવા પ્રતિબંધો લાગુ કર્યા છે. અમેરિકી અધિકારીઓએ યુક્રેનના વિસ્તારોમાં રશિયાના ગેરકાયદે કબજા વિરુદ્ધ ગંભીર કાર્યવાહી ગણાવી હતી.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના કબજા હેઠળના પ્રદેશો માટે સંધિઓ પર હસ્તાક્ષર કર્યા પછી તરત જ યુએસ દ્વારા આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે તેની નવી કાર્યવાહીમાં, 1000 વ્યક્તિઓ પર વિઝા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. વિઝા માટે પ્રતિબંધિત લોકોમાં રશિયન ફેડરેશનના સૈન્યના સભ્યો, બેલારુસિયન લશ્કરી અધિકારીઓ અને રશિયાના પડદા પાછળથી કામ કરતા કેટલાક રશિયન ગુપ્ત અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમાં ઘણા રશિયન નાગરિકો પણ સામેલ છે.

પુતિને આ રાજ્યોમાં રાજ્યોના વડાઓ પણ નિયુક્ત કર્યા છે. એક ઐતિહાસિક સમારોહમાં, વ્લાદિમીર પુતિને યુક્રેનના ચાર રાજ્યોને તેમના દેશમાં ભેળવી દીધા. રશિયન સરકારી એજન્સીના જણાવ્યા પ્રમાણે આ રાજ્યોના ડોનેત્સક, લુહાન્સક, ઝાપોરિઝિયા અને ખેરસોન છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ક્રેમલિનમાં દસ્તાવેજ પર સાઈન કરીને આ પ્રદેશોને હસ્તગત કર્યા હતા. ઐતિહાસિક ભાષણ સાથે પુતિને આ રાજ્યોના વડાઓ પણ નિયુક્ત કર્યા છે.

ક્રેમલિને દાવો કર્યો હતો કે યુક્રેનના આ રાજ્યોમાં જનમત થયો.. જેમાં 99 ટકા લોકોએ મોસ્કોના સમર્થનમાં મતદાન કર્યું હતું. ક્રેમલિને તે સમયે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ આ રાજ્યોને રશિયામાં ભેળવી દેવામાં આવશે. યુક્રેન સહિત પશ્ચિમી દેશોએ યુક્રેનિયન રાજ્યોને પોતાના દેશમાં મર્જ કરવા બદલ રશિયાની નિંદા કરી હતી. પશ્ચિમી દેશોએ રશિયાને ચેતવણી આપી હતી કે જો આવું થશે તો રશિયા નવા પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

READ ALSO

Related posts

દુ:ખદ / વડાપ્રધાન મોદીના સ્કૂલ શિક્ષક રાસબિહારીનું નિધન, પીએમએ ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ લખી

Hardik Hingu

વિશ્વના આ પાંચ દેશમાં કોઈ એરપોર્ટ નથી! બીજા દેશમાં કેવી રીતે જાય છે અહીંના લોકો, જાણો

Akib Chhipa

Mumbai : ટ્રોલી બેગમાંથી મળ્યું 50 કરોડનું હેરોઈન, ઈથોપિયાથી આવી રહેલા મહિલા અને પુરુષ એરપોર્ટ પર ઝડપાયા

GSTV Web Desk
GSTV