GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ભારે હોબાળા છતાં ચાર બાળાઓ પર બળાત્કાર

દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં એક 13 વર્ષીય સગીરા પર રેપ કરવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસે 60 લોકોની ધરપકડ કરી છે અને 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવા મમતા બેનરજીએ આદેશ આપ્યો છે. જ્યારે કેરળમાં પણ રેપની એક ઘટના સામે આવી છે. અહીં પાણી માગવાના બહાને એક શખ્સ ઘરમાં ઘુસી ગયો હતો અને 13 વર્ષની બાળકી પર રેપ ગુજાર્યો હતો. પોલીસે આ મામલે 25 વર્ષીય આરોપીની ધરપકડ કરી લીધી છે.

જ્યારે આવી જ અન્ય એક ઘટના બુલંદશહેરમાં સામે આવી છે. ઉન્નાવમાં જ રેપની ઘટનાને પગલે લોકોમાં રોષ છે ત્યારે ઉત્તર પ્રદેશમાં વધુ એક રેપની ઘટના સામે આવી છે. બુલંદ શહેરમાં માત્ર 14 વર્ષની સગીરા પર રેપ ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપની આ ઘટના બાદ નરાધમોએ સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાઇરલ કર્યો હતો. જેને પગલે પીડિતા હાલ આઘાતમાં છે. જ્યારે પોલીસ દ્વારા દરેક આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

એક તરફ દેશભરમાં રેપની ઘટનાઓ બાદ લોકોમાં રોષ વધી રહ્યો છે જ્યારે બીજી તરફ સરકારો દ્વારા કોઇ જ આકરા પગલા લેવામાં ન આવી રહ્યા હોવાથી બળાત્કારીઓમાં કોઇ જ ભય ન હોવાનું સામે આવી રહ્યું છે જેને પગલે જ એક જ દિવસમાં વિવિધ રાજ્યોમાં સગીરાઓ પર રેપની અનેક ઘટના સામે આવી રહી છે. બિહારમાં માત્ર પાંચ વર્ષની બાળકી પર રેપની ઘટના સામે આવી છે.અહીંના દરભંગામાં પાંચ વર્ષની બાળકીને ફોસલાવીને ટેંપો ડ્રાઇવર અજાણી જગ્યા પર લઇ ગયો હતો અને બાદમાં તેના પર રેપ કર્યો હતો. હાલ આ બાળકીની સ્થિતિ ગંભીર હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોક્સો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.  બીજી તરફ ઉન્નાવમાં પોલીસની ગેરરીતી સામે આવી છે. અહીં એક દુષ્કર્મની પીડિતા પોલીસ સમક્ષ ફરિયાદ લઇને ગઇ હતી તો પોલીસે કહ્યું કે તમારા પર રેપ નથી થયો, રેપ થાય તે પછી ફરિયાદ માટે અહીં આવજો. એ જ ઉન્નાવ છે કે જ્યાં એક રેપ પીડિતાને જીવતી સળગાવી દેવાઇ હતી જેને પગલે તેનું મોત નિપજ્યું હતું.

READ ALSO


Related posts

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

દેવાદાર પાકિસ્તાનમાં હવે કોરોના રોકવા અમેરિકા મોટા ભા બન્યું, ચીન છે કારણ

Ankita Trada

મે મહિનામાં 10 હજાર કેસ : ગુજરાતમાં સરેરાશ દરરોજ વધ્યા 403 કેસ, કોરોના બન્યો બેકાબૂ અને સરકાર ફેલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!