અસમના કોરરાઝારમાંથી સીમા દળના જવાનોએ 4 બોડો ઉગ્રવાદીઓની કરી ધરપકડ

અસમના કોરરાઝારમાં સશસ્ત્ર સીમા દળે ચાર બોડો ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. જેમા બે મહિલાઓ પણ સામલે છે. એસએસબીની 31મી બટાલિયને કોકરાઝારના જંગલોમાંથી ચારેય ઉગ્રવાદીને ઝડપી પાડ્યા છે. સશસ્ત્ર સીમા દળની પકડમાં આવેલા તમામ ઉગ્રવાદીઓ પ્રતિબંધિત સંગઠન ધ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના સભ્ય છે. મળતી માહિતી પ્રમાણે તેઓ 19 અને 20 જાન્યુઆરીની રાતે જંગલમાં અભિયાન ચલાવી રહ્યા હતા. જે દરમ્યાન તેમની સશસ્ત્ર સીમા દળે તેમની ધરપકડ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter