GSTV
Home » News » સુરત ક્રાઈમ બ્રાન્ચે તામિલનાડુ અને ત્રિચી ખાતેથી સુરત આવી ચોરી કરતી ગેંગ ઝડપી

સુરત ક્રાઈમ બ્રાન્ચે તામિલનાડુ અને ત્રિચી ખાતેથી સુરત આવી ચોરી કરતી ગેંગ ઝડપી

સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે એક એવી ગેંગ ઝડપાઈ છે, જે તામિલનાડુ અને ત્રિચી ખાતેથી સુરત આવી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. હમણાં સુધી આરોપીઓએ સુરતમાં કુલ 21 જેટલા ગુનાને અંજામ આપી ચુક્યા છે. જ્યારે જુદા જુદા રાજ્ય મળી હમણાં સુધી કુલ 115 જેટલા ગુનાને આ ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કારનો કાચ તોડી, નીચે રૂપિયા પડી ગયા હોય તેમજ મેલું પડ્યું હોવાની એમ.ઓ દ્વારા આરોપીઓ પોતાના ગુનાને અંજામ આપતા હોવાનું પણ તપાસ દરમ્યાન બહાર આવ્યું છે. આરોપીઓ પાસેથી વિદેશી કરન્સી, ગિલોલ સહિત ઘાતક હથિયારો પણ કબ્જે લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં વધુ ગુના ઉકેલાઈ તેવી શકયતા હાલ વ્યક્ત કરવામાં આવી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચને તામિલનાડુની ત્રિચી ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે. કુલ સો જેટલા સભ્યોની આ ગેંગ રાજ્યના અલગ અલગ શહેરોમાં જઇ કારના કાંચ તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.સુરત ક્રાઈમ બ્રાન્ચે મળેલ બાતમીના આધારે આ ગેંગના ચાર સાગરીતોને ઝડપી પાડી સુરતના કુલ 20 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ પાસેથી પોલીસને યુએસ ડોલર, વેનઝયુએલા કરન્સી સહિત વિદેશી ચલણી તેમજ ભારતીય ચલણી મળી આવી છે. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી કુલ 23 જેટલા ઘાતક છરા પણ જપ્ત કર્યા છે. આરોપીઓ પાસેથી કુલ 38 હજારથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે. આ સિવાય પોલીસે કરેલી પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ અલગ અલગ રાજ્યોમાં હમણાં સુધી કુલ 115 જેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપી ચુક્યા છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ચેન્નાઇ, તામિલનાડુ જેવા શહેરોનો સમાવેશ થાય છે. આરોપીઓ પોતાના વતનથી ચારથી પાંચ સભ્યોની એક મંડળી બનાવી કોઈ એક રાજ્યના શહેરને ટાર્ગેટ કરતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપતા. આ આંતરરાજ્ય ગેંગ તામિલનાડુ ખાતેથી લક્ષ્મણ નામનો મુખ્ય સૂત્રધાર ઓપરેટ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. જે હાલ પોલીસ પકડથી દૂર છે.

ચારે આરોપીઓની પોલીસે હમણાં સુધી કરેલી પુછપરછમાં એવી હકીકત બહાર આવી છે કે આરોપીઓ ચેન્નાઈથી ટ્રેન મારફતે સુરત આવતા. ત્યારબાદ કોઈ એક ચોક્કસ સ્થળની રેકી મારી કારના કાંચ તોડી ચોરી કરતી હતી. આ માટે આરોપીઓ તેઓની પાસે ઘાતક હથિયારો પણ રાખતા હતા. આરોપીઓ મોટાભાગે ફોર વ્હીલ કારના કાંચ તોડી ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાનું ખુલ્યું છે.

સુરતમાં અલગ અલગ પોલીસ મથકોની હદમાં પાર્ક કરેલ કારના કાંચ તોડી ચોરી કર્યા હોવાના બનાવો અસંખ્ય પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યા છે. જેમાં આ આવી મોટાભાગની ચોરીની ઘટનાઓને અંજામ તામિલનાડુંની આ ત્રિચી ગેંગ દ્વારા આપવામાં આવ્યો છે. આરોપીઓ ચોરી કરતાં પહેલા પોતાના અન્ય એક સાગરીતને રેકી કરવા ઉભા રાખતા. ત્યારબાદ અન્ય ચાર જેટલા શખ્સો ચોરીની ઘટનાને પાર પાડતા. પોતાના મનસૂબા પાર પાડ્યા બાદ આરોપીઓ પોતાના અન્ય સાગરીતને ચોરીનો તમામ મુદ્દામાલ આપી તામિલનાડુ રવાના કરી દેતા. જ્યાં બાદમાં અન્ય રાજ્યના શહેરોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપવા નીકળી પડતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલ ત્રિચી ગેંગ ચોરીની ઘટનાને અંજામ આપવામાં ઘણી માહિર છે. કારનો કાંચ તોડી, નીચે રૂપિયા પડ્યા છે, કપડાં પર મેલું પડ્યું છે, ગાડીમાંથી ઓઇલ ટપકે છે આવી તરકીબો દ્વારા આરોપીઓ પોતાના મનસૂબા પાર પાડવામાં સફળ રહેતા હતા. જો કે પોલીસે હાલ આ ગેંગને ઝડપી પાડી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. ત્યારે લક્ષ્મણ નામનો મુખ્ય સૂત્રધાર હજી પણ પોલીસ પકડથી દૂર છે. જેને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તામિલનાડુ રવાના કરવામાં આવી છે.

 

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!