ગુજરાતના જુરાસિક પાર્ક તરીકે જેની ગણના થાય છે તેવા બાલાસિનોરના રૈયાલીમાં દેશનો સૌપ્રથમ અને વિશ્વનો ત્રીજો ફોસિલ પાર્ક ખુલ્લો મુકવામાં આવ્યો છે. પૃથ્વી પર માનવજીવન પહેલા પણ વસવાટ કરતા ડાયનાસોર કેવા હતા તેની માહિતી આપતો મોટો પાર્ક રૈયાલીમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી જુરાસિક યુગ જીવંત કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે પણ જઇએ આ જુરાસિક યુગમાં…

ડાયનાસોરની દુનિયા નિહાળીને તમને લાગશે કે જાણે આપણે જુરાસિક યુગમાં આવી ગયા હોય. ગુજરાતના મહીસાગરમાં આવેલા રૈયાલીમાં ડાયનાસોર મ્યુઝિયમનો ફેઝ-2 સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. જેની મુલાકાત લેતાં જ તમે કરોડો વર્ષ પહેલાના જુરાસિક યુગમાં આવ્યા હોવ તેવી અનુભૂતિ થશે.
કુલ 16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા મ્યુઝિયમમાં ડાયનાસોર વિષે જાણકારી આપતા પોસ્ટર, વિડિયોગ્રાફી, વિવિધ કદના સ્ટેચ્યુ પૂતળા અને ફોટા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૈયાલીમાંથી જે ડાયનાસોરના ઇંડા મળી આવ્યા છે તેને પણ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. તો ડાયનાસોર વિષે માહિતી આપતી એક નાનકડી થ્રી-ડી ફિલ્મ પણ તૈયાર કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજનો પ્રસંગ ભારતના પ્રાગઐતિહાસિક યુગનો જીવંત કરનારો છે. રૈયાલી ગામની ધરતી ગુજરાતના એ પ્રાગઐતિહાસિક યુગની સાક્ષી પૂરે છે.

વર્ષ 1980માં રૈયાલીમાં સૌપ્રથમ વખત ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા. જે બાદ ભૂસ્તરીય વિભાગ દ્વારા મોટા પાયે ઉત્ખનન કરવામાં આવતા ડાયનાસોરના અન્ય ઘણા અવશેષો મળી આવ્યા. જે પૈકી અમુક અવશેષ તો સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય નથી મળ્યા.
ગુજરાત વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે રૈયાલીનું ડાયનોસર મ્યુઝિયમ ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ
- સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો
- નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ
- સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી
- મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો