GSTV

દશેરાના દિવસે રાહતના સમાચાર : પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થયો ઘટાડો

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ખનીજતેલની કિંમતો પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડાયા બાદ થોડી રાહત મળી હતી. પરંતુ તેના પછી દરરોજ જે પ્રકારે તેની કિંમતમાં વધારો થઈ રહ્યો હતો. તેનાથી લોકો પરેશાન છે. પરંતુ ગુરુવારે ઓઈલ કંપનીઓ તરફથી ગ્રાહકોને થોડીક રાહત મળી છે. ગુરુવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થોડાક પૈસાનો ઘટાડો થયો છે. પેટ્રોલમાં 21 પૈસા અને ડીઝલમાં 11 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલ 82.62 રૂપિયા અને ડીઝલ 75.58 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલ 88.08 રૂપિયા અને ડીઝલ 79.24 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે વેચાઈ રહ્યું છે.

બુધવારે ભારતે પેટ્રોલિયમની નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેક દ્વારા ઓઈલ અને ગેસની કિંમતોને જવાબદારીપૂર્ણ ઢબે નિર્ધારીત કરવા માટે જણાવ્યું હતું. ભારતે ઓઈલ અને ગેસની તાજેતરની વૃદ્ધિને બજારના મૂળભૂત સિદ્ધાંતોથી અલગ ગણાવીને તેનાથી આયાતકાર દેશોને નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો પેટ્રોલિયમ પેદાશોની વપરાશ કરતો દેશ છે. ખનીજ,તેલની કિંમતો ચાર વર્ષના ઉચ્ચસ્તર પર જવાને કારણે તથા રૂપિયાના દરમાં ઘટાડો થવાને કારણે પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસની કિંમતો વિક્રમજનક સ્તરે પહોંચી ચુકી છે. સરકારે તાજેતરમાં ઈંધણ પર કોરમાં ઘટાડો કર્યો છે. પરંતુ કિંમતોમાં સતત વધારાને કારણે આવી રાહત ધોવાઈ ચુકી છે.

 

Related posts

બંગાળમાં રાજકીય નૃત્ય: દીદીને વધુ એક ઝટકો, ચૂંટણી પહેલા વન મંત્રીએ આપ્યું રાજીનામુ

Pritesh Mehta

પિતા કે પત્ની? મૃતકના સ્પર્મ પર કોનો અધિકાર, કોર્ટે આપ્યો મોટો ચુકાદો

Bansari

રાજકોટ/ ખેડૂત સંમેલનને લઇને કોંગ્રેસના નેતાઓની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, રાજકારણમાં મચ્યો હડકંપ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!