GSTV

ડિમોશન / ૩૨ ફોરેસ્ટરોને CCC મુદ્દે રીવર્ટ આપી ફરી બીટગાર્ડ બનાવી દેવાયા

Last Updated on June 18, 2021 by Damini Patel

વનવિભાગમાં લોલમલોલ ચાલી રહ્યું છે અને નાના કર્મચારીઓને સતત અન્યાય થઈ રહ્યો છે. તાજેતરમાં મોટા ઉપાડે બીટગાર્ડમાંથી બઢતી આપી ફોરેસ્ટર બનાવેલા ૩૨ વનકર્મીઓને ફરી રીર્વટ આપી ગાર્ડ બનાવવાની ફરજ પડી છે. અગાઉ તા.૧.૧.૧૯. ના રોજ ૭૪ ગાર્ડને ફોરેસ્ટર તરીકે પ્રમોશન આપેલ હતું, તેમાં પણ સમય મર્યાદામાં અને માન્ય યુનિવસટીમાં સીસીસીની પરીક્ષા પાસ કરેલ ન હોય તેવા ઘણા વનકર્મીઓ હોય તેને પણ તાત્કાલિક નિયમ મુજબ કયારે રિપોર્ટ મળે છે તે પણ એક સવાલ છે.

બીટગાર્ડમાંથી ફોરેસ્ટરના પ્રમોશન આપવા માટે દર છ માસે ખાતાકીય પરીક્ષા યોજાતી હોય છે તે છેલ્લે તા.૧૮.૯.૧૭ માં લેવામાં આવી હતી ત્યારથી લઈને આજદિન સુધી એક વાર પણ ગાર્ડમાંથી ફોરેસ્ટરની ખાતાકીય પરીક્ષા લેવામાં આવેલ નથી. તેની સામે ફોરેસ્ટરમાંથી આર.એફ.ઓ.ની ત્રણ વખત ખાતાકીય પરીક્ષા લેવામાં આવી છે અને હવે ગાર્ડમાંથી ફોરેસ્ટરની પરીક્ષા સંભવિત જૂન માસમાં યોજાય તેવી શક્યતાઓ છે ત્યારે પરીક્ષા લઈ પછી ગાર્ડમાંથી ફોરેસ્ટરનું પ્રમોશન આપવામાં આવે તો ગાર્ડને અન્યાય નો ભોગ ન બનવું પડે અને સિનિયોરિટી લિસ્ટમાં નામ આવે છે તેઓને અન્યાય થાય નહીં.

જંગલ

વનકર્મીઓને પ્રમોશન આપવા મુદ્દે વનવિભાગમાં વનકર્મીઓના જૂાૃથ પડી ગયા છે સીસીસી મુદ્દે ધ્યાન બહાર કરી વનવિભાગ દ્વારા પ્રમોશન આપી દેવામાં આવી રહ્યા છે. તેની સામે અન્યાયનો ભોગ બનેલ વન કર્મચારીઓ દ્વારા આ અંગે સામસામી હાઈકોર્ટમાં રિટ પિટિશનો પણ દાખલ કરવામાં આવેલી છે ત્યારે ઘણા ફોરેસ્ટરોને આરએફઓના પ્રમોશન આપી દેવામાં આવ્યા છે તેના પર પણ લટકતી તલવાર છે તેવા ઘણા વનકર્મીઓ છે કે જેને માન્ય યુનિવસટી અને સમય મર્યાદામાં સીસીસી પાસ કરેલ નાૃથી તેને પણ ફોરેસ્ટ માંથી આરએફઓના પ્રમોશન આપી દીાૃધા છે. જેાૃથી આ મુદ્દો વનવિભાગ માટે માાૃથાનો દુખાવો બની ગયો છે.

Read Also

Related posts

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!