GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ફોર્મ્યુલા વન રેસર સર્જીયો પેરેઝ પણ કોરોનાની લપેટમાં આવી ગયો

ફોર્મ્યુલા વન ડ્રાઇવર સર્જીયો પેરેઝ પણ હવે કોરોનાની લપેટમાં આવી ગયો છે. કોરોના વાયરસ બાદ રમતજગતની ઘણી હસ્તીઓ કોરોનાગ્રસ્ત બની ગઈ છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ પેરેઝે જણાવ્યું હતું કે તે હંગેરી અને બ્રિટનની ગ્રાં પ્રિ દરમિયાન મેક્સિકોના પ્રવાસે ગયો હતો ત્યાં સંક્રમિત થયો હતો.

રવિવારે યોજાનારી રેસમાં ભાગ નહી લઈ શકે


પેરેઝને તાજેતરમાં જ કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ હોવાની જાણ થઈ હતી. આમ હવે તે સિલ્વસ્ટોનમાં રવિવારે યોજાનારી રેસમાં ભાગ લઈ શકશે નહીં. આ દરમિયાન તે કોરોન્ટાઇન થશે અને તેને કારણે આ જ મહિનામાં સિલ્વરસ્ટોનના ટ્રેક પર જ યોજાનારી અન્ય રેસમાં પણ તે ભાગ લઈ શકશે નહીં. પેરેઝે જણાવ્યું હતું કે તે મેક્સિકોમાં તેની માતા અને બહેનને મળવા ગયો હતો. તેઓ એક અક્સ્માત બાદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ લોરપ્રિય ડ્રાઇવરે ઉમેર્યું હતું કે રેસમાં ભાગ નહીં લેવો મારા જીવનની દુખદ પળ છે. પરંતુ સાથે સાથે એ પણ પુરવાર થઈ ગયુ છે કે આપણે આ જીવલેણ વાયરસ સામે કેટલા નબળા છીએ.

મેક્સિકો જવા માટે અંગત વિમાનનો કર્યો ઉપયોગ


મેક્સિકો જવા માટે આ રેસરે અંગત વિમાનનો ઉપયોગ કર્યો હતો. તેનું કહેવું છે કે તેનામાં કોઈ લક્ષણો જણાયા ન હતા. આ મહામારીને કારણે આ વખતની સિઝન ઘણા મહિના સુધી પાછળ ઠેલાઈ હતી. પેરેઝ હાલમાં આઇસોલેશનમાં છે અને સિલ્વરસ્ટોન રેસમં 70મા જન્મદિવસે પણ હાજર રહી શકશે નહીં. મેક્સિકોમાં કોરોનાના સાડા ચાર લાખ કરતાં વધારે કેસ છે અને 26 હજાર લોકોના મોત થયા છે. મેક્સિકો અમેરિકાનો પડોશી દેશ છે. અમેરિકામાં હજારો કેસ આવ્યા છે જેની અસર મેક્સિકો પર પણ પડી છે. પેરેઝની ગેરહાજરીમાં હવે રવિવારની બ્રિટિશ ગ્રાં પ્રિ માં હલ્કેનબર્ગ તેની રેસિંગ પોઇન્ટ ટીમ વતી ભાગ લેશે.

Related posts

15 ઓગસ્ટના ભાષણમાં આત્મનિર્ભર ભારત મામલે મોટી ઘોષણા કરી શકે છે PM, રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યા સંકેતો

pratik shah

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!