GSTV
Home » News » પૂર્વ વર્લ્ડ નંબર-૧ ટેનિસ પ્લેયર થયો દેવાળીયો, ટ્રોફી, ઘડિયાળ અને ફોટોગ્રાફ સહિત ૮૨ વસ્તુઓની થશે હરાજી

પૂર્વ વર્લ્ડ નંબર-૧ ટેનિસ પ્લેયર થયો દેવાળીયો, ટ્રોફી, ઘડિયાળ અને ફોટોગ્રાફ સહિત ૮૨ વસ્તુઓની થશે હરાજી

પૂર્વ વર્લ્ડ નંબર-૧ ટેનિસ પ્લેયર બોરિસ બેકર (૫૧)ની ટ્રોફી, ઘડિયાળ અને ફોટોગ્રાફ સહિત ૮૨ વસ્તુઓની હરાજી સોમવારથી શરૂ થશે. બ્રિટિશ ફર્મ વેલ્સ હાર્ડીની વેબસાઈટ પર ૧૧ જુલાઈ સુધી હરાજી ચાલશે.ઓનલાઈન હરાજી દ્વારા આ વસ્તુઓ વેચવાની પ્રક્રિયા શરૂ કરશે.

બેકર વિંબલડન ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી યુવા વિજેતા છે. તેમણે ૧૭ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર આ એવોર્ડ જીત્યો હતો. બેકર દેવાની ચૂકવણી કરવા માટે પોતાની વસ્તુઓની હરાજી કરી રહ્યાં છે.

૨૦૧૭માં તેમને દેવાળિયા જાહેર કરવામાં આવ્યા હતા હરાજીથી મળનારી રકમ દેવાની ચૂકવણી માટે પર્યાપ્ત નથી બેકરની જે વસ્તુઓની હરાજી થશે તેમાં ચેલેન્જ કપની રેપ્લિકા સામેલ છે, જે તેમને વિંબલડન એવોર્ડ જીત્યા બાદ મળી હતી.

રેનશો કપની રેપ્લિકા પણ હરાજીમાં સામેલ છે. સૌથી ઓછી ઉંમરમાં ગ્રેન્ડ સ્લેમ સિંગલનો એવોર્ડ જીતવા પર બેકરને આ રિપ્લિકા મળી હતી. બેકરની વસ્તુઓની હરાજીથી કેટલી રકમ મળી શકે છે. તેનો અંદાજ ન લગાવી શકાય.

હરાજી પ્રક્રિયા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે હરાજીથી મળનારી રકમ દેવાની સરખામણીમાં પુરતી નહિ હોય. બેકર પર ૫.૪ કરોડ પાઉન્ડ(૪૭૫ કરોડ રૂપિયા)નું દેવું છે. ૬ વાર ગ્રેન્ડ સ્લેમના વિજેતા બેકર બૂમ-બૂમ બેકરના નામથી જાણીતા હતા. તેમણે કેરિયર દરમિયાન ૪૯ એવોર્ડ અને ૨ કરોડ યુરો(૧૫૮ કરોડ રૂપિયા)ની ઈનામ રકમ જીતી હતી. હાલ તે ટેનિસ ટુર્નામેન્ટની કમેન્ટ્રી જેવી પ્રવૃતિ સાથે જોડાયેલા છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં બનશે સાત ફ્લાય ઓવર બ્રિજ, જાણો તમારા વિસ્તારનો નંબર લાગ્યો કે નહી

Nilesh Jethva

સાબરડેરીમાં ભરતી મામલે વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ બાદ લેવાયો આ નિર્ણય

Nilesh Jethva

15 વર્ષીય સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!