GSTV

 ક્યારેક હતો વિશ્વનો નંબર વન ગ્રાન્ડ સ્લેમ વિજેતા, આજે છે દેવાળિયો

Last Updated on June 22, 2017 by

દિગ્ગજ  ટેનિસ સ્ટાર બોરિસ બેકરને એક બ્રિટિશ કોર્ટે દેવાળુ ફૂંકનાર જાહેર કર્યો છે.  બેકર ત્રણવાર  વિમ્બલ્ડનમાં  ચેમ્પિયન રહ્યો છે.  પરંતુ બોરિસ બેકર છેલ્લા ઘણા સમયથી બેંકોની લોન ચૂકવી શકતો નહોતો.  ત્યાર બાદ કોર્ટે તેને દેવાળિયો જાહેર કર્યો છે.  6 વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતા આ ખેલાડીએ વકીલ દ્વારા કોર્ટને અરજ કરી હતી કે તેને દેવાળિયો જાહેર કરતા પહેલા  કરજ ઉતારવા માટે તેને એક તક આપવામાં આવે પરંતુ કોર્ટ તેની આ માંગણી ફગાવી દીધી હતી.  બેકર પર આર્બટનોટ લેથમ એન્ડ કંપની નામક ખાનગી બેંકનું 2015નું કરજ ચૂકવવાનું બાકી છે. 49 વર્ષીય બેકરની દલીલને ધ્યાનમાં રાખતા રજિસ્ટ્રાર ક્રિસ્ટીન ડેરેટ જણાવ્યુ હતું કે  આ બાબતનું કોઈ  વિશ્વસનીય પ્રમાણ નથી કે  બેકર આ કરજ ચૂકવી શકશે.  તેથી કોર્ટે સુનાવણીની પ્રક્રિયા લંબાવવાને બદલે   તેને દેવાળિયો જ જાહેર કરી દીધો.  હાલના સમયમાં બેકર ટીવી કમેન્ટેટર છે.  તેમણે થોડા સમય પહેલા  નોવાકજોકોવિચને કોચિંગ પણ આપ્યુ હતું.  બેકરના વકીલે દલીલ કરી હતી કે બેકર એક માત્ર એવી હસ્તી નથી જે નાણાકીય સંઘર્ષમાં ફસાયા હોયય બેકરને દેવાળિયા ઘોષિત કરવાને પરિણામે તેમની છબી નકારાત્મક બનશે એમ પણ વકીલે ઉમેર્યું હતું.

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

VIDEO / રેસર લુઇસ હેમિલ્ટન અને મેક્સ વર્સ્ટાપેન વચ્ચે ભીષણ અકસ્માત, ચમત્કારિક બચાવ

Zainul Ansari

US Open/ 18 વર્ષની એમા રાદુકાનૂએ સર્જ્યો ઈતિહાસ, 53 વર્ષ બાદ ખિતાબ જીતનારી પહેલી બ્રિટિશ મહિલા

Damini Patel

ગૌરવ/ મોટર સ્પોર્ટ્સ લીગમાં સિદ્ધાર્થ જોશીએ રોશન કર્યુ ગુજરાતનું નામ, સુરતના યુવકે હાંસલ કર્યુ ત્રીજુ સ્થાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!