GSTV
Corona Virus News Trending World

કોરોના વાઇરસ/ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના પોઝિટિવ, લોકોને રસી લેવાની આપી સલાહ

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોમાં ઘટાડાની વચ્ચે અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના પોઝિટિવ આવ્યા છે. બરાક ઓબામાએ પોતે ટ્વીટર પર આ વાતની પુષ્ટિ કરી હતી. ઓબામા એ ટ્વીટ કર્યું કે, હું હાલમાં કોરોના પોઝિટિવ છું.મને કેટલાક દિવસથી ગળામાં ખરાશ છે પરંતુ હું હાલમાં સારી સ્થિતિમાં છું. ઓબામાએ એમ પણ જણાવ્યું કે, તેમની પત્ની મિશેલ ઓબામા કોરોના નેગેટિવ આવી છે.સાથે ઓબામાએ એમ પણ કહ્યુ કે જેમણે રસીકરણ નથી કરાવ્યું તો વહેલી તકે રસી લઈ લે. ભલે કેસો ઓછા હોય.

બીજી તરફ કોરોનાવાયરસ ચેપના કેસોમાં વધારાની ચિંતા વચ્ચે ચીને રવિવારે શેનઝેન શહેરનું મુખ્ય ‘બિઝનેસ સેન્ટર’ બંધ કરવાનું પગલું ભર્યું. ઉપરાંત, વાયરસના ફેલાવાને રોકવા માટે શાંઘાઈ સાથેનો સંપર્ક કાપી નાખવા માટે બસોનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. ચીની સરકારના જણાવ્યા અનુસાર, રવિવારે ચેપના 60 નવા કેસ સામે આવ્યા બાદ શેનઝેન શહેરમાં દરેક વ્યક્તિએ ત્રણ તબક્કાની તપાસ કરવી પડશે. આ શહેર ફાઇનાન્સ અને ટેકનોલોજી સેન્ટર તરીકે પ્રખ્યાત છે. ખાદ્ય પુરવઠા, બળતણ અને આવશ્યક ચીજવસ્તુઓનો વેપાર કરતા વ્યવસાયો સિવાય, અન્ય તમામ સંસ્થાઓને બંધ રાખવા અથવા ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હોંગકોંગમાં સ્થિતિ વણસી

હોંગકોંગમાં પરિસ્થિતિ સતત વણસી રહી છે. જ્યાં સત્તાવાળાઓએ કોવિડ-19ના 27,647 નવા કેસની પુષ્ટિ કરી છે. હોંગકોંગની ભૂતપૂર્વ બ્રિટિશ કોલોનીમાં કોવિડ -19 થી 87 લોકોનાં મોત નીપજ્યાં છે. જેના કારણે અહીં 3,729 લોકોનાં મોત થયા છે.

READ ALSO:

Related posts

ક્રિકેટ / BCCIએ ક્રિકેટ સલાહકાર સમિતિના ત્રણ સભ્યોની કરી નિમણૂક, આ પૂર્વ ખેલાડીને મળ્યું સ્થાન

Hardik Hingu

Hug Benefits/ ખુશ રહેવું છે તો પોતાના અંગતને વ્હાલથી ભેટો, જાણો ગળે લાગવાના ફાયદા

Siddhi Sheth

વીમા પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો રહો સાવધાન, થઈ શકે છે છેતરપિંડી, આ રીતે કરો બચાવ

Akib Chhipa
GSTV