GSTV

પૂર્વ કેન્દ્રીય પ્રધાન રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન, દિલ્હી એમ્સમાં લીધો અંતિમ શ્વાસ

રઘુવંશ પ્રસાદ

Last Updated on September 13, 2020 by Arohi

પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું દિલ્હી એમ્સમાં આજે નિધન થયું છે. તબિયત ખરાબ હોવાના કારણે કેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. રઘુવંશ પ્રસાદ સિંહ એમ્સના આઈસીયુ વોર્ડમાં દાખલ હતા. બે દિવસ પહેલા તેમની તબિયત વધારે લથડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શ્વાસ લેવામાં મુશ્કેલીના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

વેન્ટીલેટર પર હતા રઘુવંશ પ્રસાદ

પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહના દિલ્હીના અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાનમાં નિધન થઈ ગયું. તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના નિધન પર લોકોમાં શોકનો માહોલ છે. તેના પહેલા આઈસીયુથી તેમણે રાષ્ટ્રીય જનતા દળમાંથી રાજુનામુ આપેલો પત્ર જાહેર કર્યો હતો.

સારવાર કરાવી રહેલા લાલુ પ્રસાદને મોકલ્યુ હતું રાજીનામું 

રઘુવંશ પ્રસાદ સિંહના રાજીનામું આપવાના કારણે બિહારમાં વિધાનસભા ચૂંટણીના પહેલા આરજેડીને ઝટકો લાગ્યો હતો. રઘુવંશ પ્રસાદ સિંહ પાછલા 32 વર્ષોમાં લાલુ પ્રસાદ યાદવના સાથે જોડાયેલા હતા. તેમણે દિલ્હીના એમ્સના આઈસીયુમાંથી પોતાનું રાજીનામું રાંચી રિમ્સમાં પોતાની સારવાર કરાવી રહેલા લાલુ પ્રસાદ યાદવને મોકલ્યું હતું.

Read Also

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!