GSTV

TATAના આ પૂર્વ કર્મચારીએ લોન્ચ કર્યો UC બ્રાઉઝરનું ભારતીય વિકલ્પ, ડેટા લીક થવાની ફરિયાદ નહીં રહે

આત્મનિર્ભર ભારત મિશન માટે ટાટા કંપનીના પૂર્વ કર્મચારી દ્વારા પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર બનારસમાં ભારતની પહેલી દેશી બ્રાઉઝર લોંચ કરી છે. તમને જાણીને હેરાની થશે છે iC Browser એપ રિલીઝ થયાના કેટલાક કલાકોની અંદર તેણે 4 લાખથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. iC Browser એપ ભારતીયોની વચ્ચે ચીની Uc Browserને સારો વિકલ્પ બનીને બહાર આવી છે.

ડેટા અને જાણકારી નહીં થાય લીક

iC Browser એપને વ્યવસાયે સોફ્ટવેર એન્જીનિયર અર્પિત સેઠે બનાવી છે. જે મલ્ટીનેશન કંપની ટીસીએસમાં ઘણા વર્ષો સુધી કાર્યરત હતા. અર્પિતનું કહેવું છે કે, ચીની એપ્સમાંથી ભારતમાંથી ડેટા ચોરી કરવાની ઘટનાઓ રોકવા માટે iC Browser એપ બનાવવામાં આવી છે. તેનું સર્વર ભારતમાં જ હશે. કારણ કે ડેટા લીક થવાની સંભાવના રહે નહીં, આ અમારા માટે ઘણી ગર્વની વાત છે કે, લોંચ થયાના અડધા કલાકમાં જ 4 લાખથી વધારે લોકોએ એપ્લીકેશનને ડાઉનલોડ કરી છે. iC Browserની વિશેષતા એ છે કે, તે તમામ પ્રકારના ડેટા સ્ટોર નથી કરતું, જેનાથી ડેટા અને જાણકારી લીક થવાની સંભાવના સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય છે. તેમાં બ્રાઉઝિંગની સ્પીડ ઘણી વધારે છે. સૌથી ખાસ વાત તો એ છે કે, તેનો ઉપયોગ કર્યાં બાદ સર્ચ કરેલી ડેટા હિસ્ટ્રીની ક્લિયર થઈ જાય છે.

ખાસ શોર્ટ વિડીયોના ફિચરને પણ જોડવામાં આવ્યું છે

iC Browserમાં એક ખાસ શોર્ટ વીડિયો ફિચરને પણ જોડવામાં આવ્યું છે. જેને ચીની એપ ટિકટોકને પાછળ છોડી દીધું છે. આ એપમાં યુઝર્સને સરળતાથી ઈંટરફેસ મળે છે. જેનાથી તે વીડિયોને ક્રિએટ, એડીટ અને શેર કરી શકે છે. યુઝર્સ પ્લેટફોર્મમાં વર્તમાન શોર્ટ વીડિયોને સરળતાથી ઉપર અને નીચીને તરફ સ્વાઈપ કરીને જોવા મળી શકે છે. સાથે જ યુઝર્સને શોર્ટ ન્યુઝના ફિચરના માધ્યમથી દુનિયાના તમામ સમાચારોને પહેલા મેળવી શકે છે. દેશ દુનિયાના સમાચારો અને મનોરંજન વીડિયોઆ બ્રાઉઝરના માધ્યમથી સૌથી પહેલા જોઈ શકાય છે. તેમાં ટ્રેડિંગ ન્યુઝની જાણકારી પણ વિસ્તારથી મળશે.

iC Browser ની ખાસીયતો

  • ભારતમાં જ સર્વર હોવાના કારણે ડેટા સુરક્ષિત રહે છે અને ડેટા લીક થવાની કોઈ સંભાવના નથી.
  • દેશના લોકપ્રિય વીડિયોને આ બ્રાઉઝર એપમાં જોઈ શકાય છે. યુઝર્સ મનોરંજક શોર્ટ વીડિયો બનાવીને તેને એડિટ અને શેર કરી શકે છે.
  • દેશ અને દુનિયાના તમામ સમાચારો સૌથી પહેલા મેળવી શકાય છે.
  • ડેટાની સાથે સાથે અન્ય જાણકારી લીક થવાની સંભાવના નથી. તેમાં બ્રાઉઝીંગની સ્પીડ પણ વધારે રહેશે.
  • આ એપના માધ્યમથી શોપિંગ કરી શકાય છે.
  • આ એક સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સ્વદેશી ભારતીય એપ છે.
  • iC Browser એક ફ્રી એપ છે જેને તમે ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો.

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!