GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

પાક. વિરુદ્ધ હેટ્રિક લેનાર આ બોલરને બળાત્કારના ગુનામાં મળી 18 વર્ષની સજા

સાઉથ આફ્રિકાના એક બૉલરે ક્રિકેટના કલંકિત કરવાનું કામ કર્યુ છે. ગુરુવારે (14 સપ્ટેમ્બર)ના સાઉથ આફ્રિકાના પૂર્વ બૉલર ડાયન તલજાર્ડને 1 મહિલાની સાથે કેટલીય વખત દુષ્કર્મ કરવાના આરોપમાં 18 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી. ટેલજર્ડને બળાત્કારના 19 કાઉન્ટમાં દોષી ઠેરવવામાં આવ્યો છે.

પીડિત મહિલાએ પોતાની ઓળખ છુપાવી છે. મહિલાના ન્યાયિક અધિકારીઓ સામે નિવેદન આપ્યુ છે કે, તેની સાથે આરોપી તલજાર્ડે વર્ષ 2002-2012 સુધી 10 વર્ષોમાં 150 વખત દુષ્કર્મ કર્યુ. આ દરમિયાન તેણે કેટલીય ધમકીઓ આપવામાં આવી હતી.

પીડિત મહિલાએ જણાવ્યુ કે, કેટલીય વખત આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. વર્ષ 2015માં તેણે તક મળતા તેણે પોલીસને ફોન કરી દીધો હતો. ઘરેલૂ ક્રિકેટમાં 25 ફર્સ્ટ ક્લાસ રમી ચૂકેલા ડાયને જણાવ્યુ કે, તેણે જૂઠું બોલીને ફસાવવામાં આવ્યો છે.

જજ મોરિસ ગ્રીને આ મામલાની સુનવણી આપતા ડાયનને કહ્યુ કે, ”તમે પીડિત મહિલાને કેટલીય વખત મારી અને પછી તેના પર દુષ્કર્મ કરતા રહ્યા, તેને ગંદા મેસેજ મોકલતા રહ્યા, પીડિત મહિલાની ધણી સમસ્યાઓ હતી.”

 

3 બાળકોનો પિતા તલજાર્ડએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી દીધા. 47 વર્ષીય ડાયન સમર્થક અને તેમની હાલની ગર્લફ્રેન્ડ જેક્વેલિન કોસેલૉના નેતૃત્વમા નાણાં એકત્ર કરવા માટે ઑનલાઇન અભિયાન ચલાવશે, તે માટે તેમણે એક ઑનલાઇન અરજી દાખલ કરવાની અભિયાનની શરૂઆત કરી છે. જજની સજા સંભાળ્યા પછી તેમની ગર્લફ્રેન્ડ કોર્ટ રૂમમાં જ રડવા લાગી હતી.

તમને જણાવી દઇએ કે, ડાયનને એક મહિલાની સાથે 10 વર્ષમાં 150 વખત દુષ્કર્મ કરવાના આરોપમાં 18 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

ડાયને 25 ઘરેલૂ મેચમાં 30.93ની અવરેજથી 60 વિકેટ ઝડપી છે. આ દરમિયન તેમણે 2 વખત 5 વિકેટ પણ મેળવી છે. ફેબ્રુઆરી 1998માં લંડનના બફેલો પાર્કમાં પાકિસ્તાન વિરુદ્ઘ રમાયેલી એક મેચમાં તલજાર્ડે કરિયરનું સર્વશ્રેષ્ઠ 6/49 પ્રદર્શન કર્યુ હતુ, તેમાં વિકટની હેટ્રિક શામેલ હતી. તલજાર્ડે યૂસૂફ યોહાના, અઝહર મહમૂદ અને સઇદ અનવરની વિકેટ લઇને હેટ્રિક લીધી હતી.

Related posts

Video: ઓલરાઉન્ડર પંડ્યાએ પૂર્ણ કરી ચેલેન્જ, પુશ-અપ જોઈ ચોંકી ગયા કોહલી

Ankita Trada

બંગાળ ક્રિકેટ એસોસિએશનમાં કોરોનાની દસ્તક: કર્મચારી સંક્રમિત,ઑફિસ બંધ કરાઇ

Bansari

Cricket: આ કારણે ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન નાસિર હુસૈનને ખાસ નહોતા ગમતા આ ભારતીય પૂર્વ કપ્તાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!