GSTV

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે રવિવારે કારગીલ યુધ્ધને લઇને કેટલાક દાવા કર્યા, અનેક દાવાઓથી એક તરફ પાકિસ્તાનની રાજનીતીનો પારો ચઢવાની આશંકા છે, ત્યાં જ આંતરાંષ્ટ્રિય સ્તર પર પાકિસ્તાનની નાલેશી થવાની સંપુર્ણ સંભાવના છે. શરીફે દાવો કર્યો કે કારગિલ યુધ્ધમાં સૈનિકોની પાસે હથિયાર ન હતા, પરંતું સેનાના જનરલોએ યુધ્ધમાં ઝીંકી દીધા, અત્રે ઉલ્લેખનિય છે કે કારગીલ યુધ્ધ દરમિયાન નવાઝ શરીફ પાકિસ્તાનનાં વડાપ્રધાન હતાં.

પરવેઝ મુશર્રફ પર હુમલો

નવાઝ શરીફે તત્કાલિન સેના પ્રમુખ પરવેઝ મુશર્રફ પર હુમલો કરતા કહ્યું કે કારગિલમાં આપણા સેંકડો જવાનોના મોત બદલ અને પાકિસ્તાનને દુનિયામાં બદનામ કરવાનો નિર્ણય સેનાનો ન હતો, માત્ર કેટલાક જનરલોનો હતો, જેમણે સેનાને જ નહીં દેશ અને પ્રજાને એવા યુધ્ધમાં ઝિંકી દીધા જેમાં તેને કોઇ ફાયદો થયો નહીં. તેમણે કહ્યું તે ક્ષણો મારા માટે તકલીફ દાયક હતી, જ્યારે મારા જવાનોએ જણાવ્યું કે કારગીલની ઉંચા શિખરો પર ખોરાક તો ઠીક હથિયારો પણ મોકલવામાં આવ્યા ન હતાં, તેની પાછળ કોણે ભુમિકા ભજવી હતી.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!