GSTV

Big Breaking / પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી, AIIMSમાં દાખલ કરવામાં આવ્યા

manmohan singh

Last Updated on October 13, 2021 by Zainul Ansari

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની મંગળવારે તબીયત બગડી છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. પૂર્વ વડાપ્રધાન ચેસ્ટ કન્જેશનની ફરિયાદ કરી રહ્યા હતા. તેમને એઇમ્સના સી એન ટાવરમાં એડમિટ કરવામાં આવ્યા છે. ડો મનમોહન સિંહની તપાસ માટે એઇમ્સ એક મેડિકલ બોર્ડ બનાવી રહ્યું છે, જેને ડોક્ટર ગુલેરિયા હેડ કરશે.

મનમોહન સિંહ આ વર્ષે 19 એપ્રિલના રોજ કોરોના વાઇરસથી પણ સંક્રમિત થયા હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિંહને હળવો તાવ આવ્યા પછી તપાસમાં કોરોના સંક્રમિત થયાની જાણ થઈ હતી. પૂર્વ વડાપ્રધાને ચાર માર્ચ અને ત્રણ એપ્રિલના રોજ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. ડોક્ટર મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલ રાજસ્થાનમાંથી રાજ્યસભા સભ્ય છે. તેઓ 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા. વર્ષ 2009માં AIIMSમાં તેમની બાયપાસ સર્જરી થઈ હતી.

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ વિચારક અને વિદ્વાન તરીકે જાણીતા છે. તેમનો જન્મ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર 1932ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. તે પછી તેમણે યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1957માં તેમણે અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સ ડિગ્રી મેળવી. તેના પછી 1962માં તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટી, નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ કર્યું. 1971માં ડો. સિંહ આર્થિક સલાહકાર તરીકે વાણિજ્ય મંત્રાલયમાં જોડાયા. 1972માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

ડો. સિંહ 1991થી 1996 સુધી ભારતના નાણામંત્રી રહ્યા. પોતાના રાજકીય જીવનમાં ડો. સિંહ 1991થી ભારતીય સંસદના ઉપલા ગૃહ (રાજ્યસભા)ના સભ્ય રહ્યા, જ્યા તેઓ 1998થી 2004 સુધી વિપક્ષના નેતા હતા. તેમણે 2004ના સામાન્ય ચૂંટણી પછી 22 મે 2004ના રોજ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા અને 22 મે 2009ના રોજ બીજી વખત વડાપ્રધાન બન્યા હતા.

Read Also

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!