GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

મનમોહન સિંહ બની ગયા સાંસદ, ગુજરાતના પડોશી રાજ્યમાંથી રાજ્યસભા જશે

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા છે. કેમકે ભાજપે મનમોહનસિંહ વિરૂદ્ધ કોઈ ઉમેદવાર નહીં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. માટે ઉમેદવારોના નામ પાછા ખેંચવાની અંતિમ તારીખ વિત્યા બાદ મનમોહનસિંહને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સહિત કોંગ્રેસના નેતાઓએ મનમોહનસિંહને શુભેચ્છા આપી.

ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈનિનાં અવસાનથી રાજ્યસભાની એક સીટ ખાલી પડી હતી. નિર્વિરોધ ચૂંટાયેલા મનમોહનસિંહને રાજસ્થાનનાં પૂર્વ સીએમ અશોક ગહેલોત સહિતનાં નેતાઓએ ટ્વિટ કરીને અભિનંદન આપ્યા હતાં.

ગત મંગળવારે ડો.મનમોહનસિંહે રાજ્યસભાનાં સભ્ય પદ માટે પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કર્યુ હતું. ઉમેદવારી પત્ર દાખલ કરતા સમયે ડો.મનમોહનસિંહ સાથે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત, ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલોય સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતાં. ભાજપ તેમજ અન્ય પક્ષોએ તેમની સામે કોઇ ઉમેદવાર નહિં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. હવે ડો.મનમોહનસિંહ 3 એપ્રિલ 2024 સુધી રાજ્યસભાનાં સાંસદ તરીકે રહેશે. આ પહેલા તેઓ ત્રણ દાયકા સુધી અસમમાંથી રાજ્યસભાનાં સાંસદ રહ્યા હતાં. ગત 14 જૂને તેમનો કાર્યકાળ સમાપ્ત થયો હતો.

READ ALSO

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકાએ સહાય આપવાનું બંધ કરતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સૂર બદલાયા

Nilesh Jethva

યુરોપ, અમેરીકા સામે ભારત અને પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાના 10 દેશોમાં કોરોનાના ઓછા કેસોનું રહસ્ય આવી ગયું બહાર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!