પૂર્વ પીએમ મનમોહનસિંહે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મનમોહનસિંહે જણાવ્યુ કે, દેશમાં અસહિષ્ણુતા અને મોબ લિન્ચિગની ઘટનામાં વધારો થયો છે. આ પ્રકારની ઘટનાને રોકવા માટે તમામ લોકોએ એક થવુ પડશે. મનમોહનસિંહે વધુમાં કહ્યુ કે, મોબ લિન્ચિગની ઘટનાના કારણે રાષ્ટ્રહિતને નુકસાન થઈ રહ્યુ છે. આ પહેલા પણ મનમોહનસિંહે મોબ લિંન્ચિગ મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા. રાજસ્થાનના અલવર અને ઉત્તર પ્રદેશમાં બનેલી મોબ લિંન્ચિગની ઘટન બાદ કેન્દ્ર સરકાર વિરોધીઓના નિશાને આવી હતી. સરકાર દેશમાં  મોબ લિંન્ચિગની ઘટનાને અટકાવવા માટે મોસુકા નામનો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter