મનમોહન સિંહના બેંગાલુરૂ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર પ્રહાર

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કર્ણાટકના બેંગાલુરૂમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મનમોહનસિંહે જણાવ્યુ કે, મોદી સરકારે ચાર વર્ષમાં યુપીએ સરકારની ઉપલબ્ધિઓનો નાશ કર્યો છે. દેશ આજે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં અર્થવ્યવસ્થાની હાલત ખસ્તા બની છે. દેશમાં બેંકિંગ કૌભાંડ  1.1 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. મનમોહનસિંહે વધુમાં કહ્યું કે. મોદી સરકારની આર્થિકનીતિના કારણે દેશને મોટુ નુકસાન થયું છે. દેશમાં જીએસટીને લાગુ કરવામાં ઉતાવળ કરવામાં આવી. જેના કારણે નાના વેપારીઓને મોટુ નુકસાન થયું છે. ભાજપ સરકારની નીતિની અસર સામાન્ય લોકો પર પણ પડી છે. આજે દેશમાં પેટ્રોલની કિંમતમાં પણ વધારો થયો છે. મનમોહનસિંહે પ્રેસ કોન્ફસન્સમાં જીડીપી અને કૃષિ સેક્ટરનો મુદો ઉઠાવ્યો હતો. મનમોહનસિંહે કહ્યુ કે, દેશમાં કૃષિની હાલત ખરાબ છે. તો રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. જેથી દોષનો ટોપલો મોદી સરકાર કોંગ્રેસ પર ઢોળે છે.

CRICKET.GSTV.IN

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter