પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રવિવારે વડાપ્રધાન મોદી સામે આકરા તેવરમાં જોવા મળ્યા

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રવિવારે વડાપ્રધાન મોદી સામે આકરા તેવરમાં જોવા મળ્યા. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મનમોહનસિંહે આત્મમુગ્ધતા અને જુમલાબાજીને લઈને નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું. ખેડૂતોની આવક બમણી કરવાના મોદીના વાયદા પર કહ્યું કે ખેતીમાં 14 ટકા વિકાસદર મેળવ્યા સિવાય તે સંભવ નથી.

આ બેઠકમાં મનમોહન સિંહે કહ્યુ કે 2022 સુધી જો આપણે ખેડૂતોની આવક બમણી કરવી હોય તો ખેતીમાં 14 ટકા વિકાસદર જોઈએ પરંતુ હાલ તેની કોઈ સંભાવના દેખાતી નથી. નોંધનિય છે કે, નાણા પ્રધાન અરૂણ જેટલીએ 2018ના રજૂ કરેલા આર્થિક સર્વેમાં ખેતીના ક્ષેત્રમાં 2.1 ટકા વિકાસદરનું અનુમાન લગાવ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter