GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે મોદી સરકારની કાઢી ઝાટકણી, અર્થવ્યવસ્થાને ગણાવી ચિંતાજનક

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા મુદ્દે ફરી એક વખત મોદી સરકારને આડેહાથ લીધી છે. ભારતીય અર્થવ્યવસ્થામાં મુદ્દે મનમોહન સિંહે એક અખબારમાં લેખ લખી અર્થતંત્રની વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી છે. ભારતની અર્થવ્યવસ્થાને ચિંતાજનક ગણાવી મનમોહન સિંહે આ લેખમાં તેના કારણો અને પગલાં અંગે ચર્ચા કરી છે.

મનમોહનસિંહે કહ્યું કે સરકાર અને સંસ્થાઓમાં નાગરિકોના વિશ્વાસના અભાવને કારણે અર્થવ્યવસ્થા ધીમી પડી છે. પૂર્વ પીએમે એમ પણ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. મનમોહનસિંહે જણાવ્યું કે જીડીપી વૃદ્ધિ દર 15 વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે. અને બેરોજગારી 45 વર્ષના સર્વોચ્ચ સ્તરે છે. બેંકોના ડૂબી જવાના કેસો પણ સૌથી વધારે છે અને વીજ ઉત્પાદન 15 વર્ષના સૌથી નીચા સ્તરે આવી ગયું છે. મનમોહન સિંહે લખ્યું છે કે તેઓ ઘણા ઉદ્યોગપતિઓને મળ્યા છે.

આ બેઠકોમાં ઉદ્યોગપતિઓ કહે છે કે તેઓ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી પરેશાનીને લઇને હંમેશા ચિંતામાં રહે છે. બેંકો પણ નવી લોન આપવા માંગતી નથી. કારણ કે તેમને લોન ડૂબવાનો ખતરો છે. લોકોને નવા ઉદ્યોગો શરૂ કરવાનો ડર છે કે કેટલાક લોકોની ખરાબ નિયતને કારણે તેઓ ડૂબી શકે છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે મોદી સરકાર અર્થવ્યવસ્થામાં સુધારો કરી રહેલા લોકોને શંકાની નજરે જૂએ છે. મોદી સરકારનું પોલિસી ફ્રેમવર્ક એવું રહ્યું છે કે તમામ ઉદ્યોગપતિઓ, બેંક અધિકારીઓ, નિયમનકારો અને નાગરિકો દગાબાજ છે.

READ ALSO

Related posts

આ બિમારીના દર્દીઓ માટે લીલા વટાણાનું સેવન કરવું થઈ શકે ધાતક, જાણો અન્ય ક્યા ફૂડથી રહેવુ જોઈએ દૂર

Pravin Makwana

ધોરણ 10થી 12ના ઓનલાઈન વર્ગો 18 ઓગસ્ટથી શરૂ થશે, ઓડ -ઈવન પદ્ધતિથી છાત્રોને બોલાવાશે સ્કૂલમાં

Dilip Patel

40 લાખના ખર્ચે સમારકામ છતાં મુંબઇનો સરકારી બંગલો જર્જરિત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!