GSTV
India News ટોપ સ્ટોરી

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે One Nation One Electionના ફાયદા ગણાવ્યાં, કહ્યું – આ રાષ્ટ્રહિતનો મુદ્દો

Former President Ram Nath Kovind says One Nation, One Election is a matter of national interest

પૂર્વ રાષ્ટ્રપતિ અને ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ (One Nation One Election) સમિતિના અધ્યક્ષ રામનાથ કોવિંદ આજે 20 નવેમ્બરે સોમવારે રાયબરેલી પહોંચ્યા હતા. તેમણે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે વન નેશન વન ઇલેક્શન પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે વન નેશન વન ઇલેક્શન એ રાષ્ટ્રીય મુદ્દો છે. આ માટે તમામ પક્ષો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ભારત સરકારે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી અને મને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યો. સમિતિના સભ્યો લોકો સાથે મુલાકાત કરશે અને સૂચનો આપશે. સરકાર આ પરંપરાને ફરી એકવાર લાગુ કરવા માંગતી હતી. મેં તમામ રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલા રાજકીય પક્ષો સાથે પણ વાતચીત કરી છે અને તેમના સૂચનો માંગ્યા છે.”

વન નેશન- વન ઇલેક્શન દેશ માટે ફાયદાકારક – રામનાથ કોવિંદ 

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે  કહ્યું કે દરેક રાજકીય પક્ષોએ એક કે  બીજી રીતે તેનું સમર્થન કર્યું છે. અમે તમામ પક્ષોને તેમના રચનાત્મક સમર્થન માટે વિનંતી કરી રહ્યા છીએ કારણ કે તે દેશ માટે ફાયદાકારક છે. આ રાષ્ટ્રીય હિતનો મુદ્દો છે.

તેમણે કહ્યું કે ઘણી સમિતિઓના રિપોર્ટ આવી ગયા છે. સંસદીય સમિતિ, નીતિ આયોગ અને ચૂંટણી પંચ સમિતિએ પણ આ અંગે રિપોર્ટ આપ્યો છે. દેશમાં વન નેશન વન ઈલેક્શન (One Nation One Election)ની પરંપરા લાગુ થવી જોઈએ તેમ કહેવામાં આવ્યું છે. ભારત સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. તેનો અમલ કેવી રીતે કરી શકાય તે અંગે અમે સરકારને સૂચનો આપીશું.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DtAxD9ZLyW2B191gUSW6jg

GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ

Hardik Hingu

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી

Nelson Parmar

BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા

Hardik Hingu
GSTV