GSTV

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી થયા કોરોના સંક્રમિત, TWEET કરીને જાતે જ આપી માહિતી

Last Updated on August 10, 2020 by Mansi Patel

દેશમાં કોરોના સતત વકરી રહ્યો છે. અમિત શાહ બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રણવ મુખર્જીએ સોમવારે બપોરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

પ્રણવ મુખર્જીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે મેં છેલ્લા એક અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ છે કે તેઓ બધા કોરોનાના રિપોર્ટ કઢાવી લે અથવા હોમ ક્વોરેન્ટાઈન થઈ જાય. જણાવી દઈએ કે પ્રણવ મુખર્જીની ઉંમર 84 વર્ષ છે, આવી સ્થિતિમાં વધતી ઉંમરને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી 2012 થી 2017 ની વચ્ચે દેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. 2019 માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીથી ભારત રત્નને સન્માનિત કર્યા હતા.

દેશમાં કોરોના વાયરસનું સંકટ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યું છે અને અત્યાર સુધીમાં ઘણા વીવીઆઈપી પણ આ રોગચાળાની લપેટમાં આવી ગયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ કોરોના વાયરસથી પોઝિટીવ છે. જેઓ હાલમાં પણ મેદાંતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વિશ્વના દેશોમાં 24 કલાકમાં કોરોના વાઇરસના કેસો સામે આવી રહ્યા છે તેમાં ભારત ટોચના સૃથાને પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં વધુ 63623 કેસો સામે આવ્યા છે જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 995 લોકોએ જીવ ગૂમાવ્યો છે. કુલ આંકડા પર નજર કરીએ તો દેશમાં હવે કોરોનાના કેસોનો કુલ આંકડો 22,09,501ને પાર કરી ગયો છે.બીજી તરફ 15 લાખથી વધુ લોકોને સાજા કરી લેવાયા છે. જોકે માર્યા ગયેલાનો આંકડો પણ વધી રહ્યો છે અને 44379ને પાર પહોંચી ગયો છે. બીજી તરફ દેશમાં કોરોનાના ટેસ્ટની ગતી પણ સરકારે વધારી દીધી છે, પહેલી વખત એક જ દિવસમાં સાત લાખ લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો.

ટેસ્ટની ગતી વધારી દેવામાં આવી હોવાથી કોરોનાના કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. શનિવારે રેકોર્ડબ્રેક 7,19,364 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. સરકારના આંકડા મુજબ દેશમાં કોરોના કેસો તો વધી રહ્યા છે પણ સામેપક્ષે સાજા થવાની સંખ્યા પણ બહુ જ ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમા જ 55931 લોકોને સાજા કરી લેવાયા હતા જ્યારે કુલ આંકડો 15,25,215 નોંધાયો છે. જે સાથે જ રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે, સરકારના જણાવ્યા મુજબ દેશમાં રિકવરી રેટ હવે 68.78 ટકાએ પહોંચી ગયો છે. રિકવરી રેટ વધી રહ્યો છે તેની સામે મૃત્યુદર ઘટી રહ્યો છે.

READ ALSO

Related posts

અતિ મહત્વનું! ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2ના 168 અધિકારીઓની કરી બદલી

pratik shah

BIG NEWS : યુપી ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા RPN સિંહનું રાજીનામું, કહ્યું – ‘નવા અધ્યાયની શરૂઆત’

Dhruv Brahmbhatt

Gallantry Award List 2022: અદમ્ય સાહસ દર્શાવવા બદલ 939 વીરોને પ્રજાસત્તાક દિને ગેલેંટ્રી અવોર્ડથી કરાશે સન્માનતિ, અહીં જુઓ આખુ લિસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!