GSTV
Home » News » ભાજપના વિકાસનું ડબલ એન્જિનનું મોડલ નિષ્ફળ, કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ નીવડી

ભાજપના વિકાસનું ડબલ એન્જિનનું મોડલ નિષ્ફળ, કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ નીવડી

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા મુદ્દે ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

મુંબઇમાં વેપારીઓ સાથેની બેઠક દરમ્યાન મનમોહન સિંહે જણાવ્યું કે ભાજપ સરકારને જે કામ માટે માટે મતો મળ્યા તેને કરવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.

ભાજપનું વિકાસનું ડબલ એન્જિનનું મોડલ નિષ્ફળ થયું છે. મહારાષ્ટ્રનો વિકાસ દર છેલ્લા 4 વર્ષથી સતત ઘટી રહ્યો છે. મનમોહનસિંહે જણાવ્યું કે દેશમાં ઉદ્યોગોની ઝડપ ઘણી જ ધીમી પડી છે. સમગ્ર દેશની અર્થવ્યવસ્થાએ ખરાબ મેનેજમેન્ટનું ફળ ભોગવવું પડી રહ્યું છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર લોકોના હિતની નીતિઓનું નિર્માણ કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે ચીનના માલસામાનને કારણે રાજ્યમાં અવસરોની અછત છે.

યુવાનોએ બહુ ઓછા પગારે નોકરી કરવા મજબૂર બનવું પડે છે. તેમણે કહ્યું કે એક સમયે મહારાષ્ટ્ર રોકાણની દ્રષ્ટિએ નંબર વન રાજ્ય હતું. પરંતુ હવે તે આત્મહત્યામાં નંબર વન બની ગયું છે.

READ ALSO

Related posts

પતિના હતા ભાભી સાથે શારીરિક સંબંધ, પત્નીએ હત્યા કરી અને કિચનમાં….

Dharika Jansari

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, મોદી-શાહે આ ગણિતો ન ભૂલવા જોઈએ

Karan

ઝારખંડમાં વોટિંગ પહેલા નક્સલી હુમલો, ચાર પોલીસ જવાન શહીદ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!