મારી સરકાર રિમોટથી નહોતી ચાલતી, નોટબંધી સુનિયોજીત લૂંટઃ મનમોહનસિંહ

વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યુ છે કે તેમની સરકાર રિમોટથી ચાલતી ન હતી. વડાપ્રધાન મોદીના આક્રમક તેવર અને તેમના ભાષણમાં વિપક્ષી નેતાઓ વિરુદ્ધની નિવેદનબાજી પર વડાપ્રધાન પદની ગરિમા સંદર્ભે જવાબ આપતા મનમોહન સિંહે કહ્યુ છે કે મોદી પીએમ પદનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા નથી. તેઓ જે પ્રકારે બોલે છે. તેવી વાતો તેમને શોભાસ્પદ નથી. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન મોદી કોંગ્રેસશાસિત રાજ્યોમાં જાય છે. ત્યારે તેઓ ખૂબ બોલે છે અને આ ઠીક બાબત નથી. મોદીએ પોતાના વડાપ્રધાન પદની ગરિમાનો ખ્યાલ રાખવો જોઈએ.

નોટબંધી લૂંટનો ભાગ

નોટબંધી પર બોલતા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યુ છે કે તેમણે પહેલા જ સંસદમાં કહ્યુ હતુ કે આ એક સંગઠિત લૂંટનો ભાગ છે. જ્યારે જીએસટી પર વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી મનમોહનસિંહે કહ્યુ છે કે જીએસટીને પુરી તૈયારી વગર અને ખાસ યોજના સાથે લાગુ કરવામાં આવ્યું હતું. દશ વર્ષ સુધી કેન્દ્રમાં યુપીએ સરકારનું નેતૃત્વ કરનારા મનમમોહનસિંહે પોતાની સરકારને રિમોટ કંટ્રોલ ગણાવતી ટીપ્પણીઓને સોય ઝાટકીને નાકરી છે. તેમણે ક્હ્યુ છે કે યુપીએ સરકારની કોશિશ એ હતી કે સૌને સાથે લઈને ચાલવામાં આવે. તેમની સરકાર સૌને સાથે લઈને ચાલી તેના કારણે જ સરકાર અને પાર્ટી વચ્ચે કોઈપણ પ્રકારનું અંતર રહ્યું નહીં.

કરાયેલા વાયદા ખોખલા

મનમોહનસિંહની સરકારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા 2014માં કરાયેલા વાયદા ખોખલા નીકળ્યા હોવાનું જણાવ્યું છે. મનમોહનસિંહે કહ્યુ છે કે 2014માં મોદીએ દર વર્ષે દેશમાં બે કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આજે તેઓ વાયદો પુરો કરી શક્યા નથી. શ્રમ વિભાગ પ્રમાણે દર ત્રિમાસિક સમયગાળામાં માત્ર કેટલાક હજારને જ નોકરીઓ મળી શકી છે. રોજગાર ઉપલબ્ધ કરાવવાનો સરકારનો વાયદો પોકળ નીકળ્યો હતો. મધ્યપ્રદેશના યુવાનોને પણ રોજગાર મળી રહ્યો નથી. મનમોહનસિંહે કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યુ છે કે મોદીએ દરેકના બેંક એકાઉન્ટમાં પંદર-પંદર લાખ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આના સંદર્ભે કંઈપણ કરવામાં આવ્યું નથી. મોદી સરકારે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું છે.

વ્યાપમ જેવો મહાગોટાળો

કોંગ્રેસે રફાલ ડીલ પર જેપીસીની માગણી કરી હતી. પરંતુ હજી સુધી આના પર કંઈ થયું નથી.
મનમોહનસિંહે મધ્યપ્રદેશ સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે રાજ્યમાં ખેડૂતોની ઘણી મોટી સમસ્યા છે. રાજ્ય સરકારે ખેડૂતોની સમસ્યાના ઉકેલમાં કોઈ ખાસ કામ કર્યું નથી. મધ્યપ્રદેશમાં વ્યાપમ જેવો મહાગોટાળો પણ થયો છે. યુપીએ સરકારે ક્યારેય મધ્યપ્રદેશની સરકાર સાથે ભેદભાવ નહીં કર્યો હોવાનો પણ મનમોહનસિંહે દાવો કર્યો છે. રફાલ ડીલમાં દાળમાં કાળું જ કાળું દેખાઈ રહ્યું હોવાનું પણ મનમોહનસિંહે જણાવ્યું છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter