પાકિસ્તાનનાં પૂર્વ ઝડપી બોલરનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. શોએબ અખ્તર છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મિડિયા પર ઘણા એક્ટીવ રહે છે. હવે તેમનું નવું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે વિરાટ કોહલીની કેપ્ટશીપ હેઠળ ભારતીય ટીમ ધીરે ધીરે વધુ સારી બની રહી છે, અને તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ફરીથી ન્યૂઝીલેન્ડને બીજી વનડેમાં ભારતીય ટીમે કરારી હાર આપી છે. ભારતે ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી હરાવવાની સાથે સાથે પાંચ મેચોની સીરીઝમાં 2-0થી આગળ છે.

અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર જણાવ્યું છે કે ભારત નિર્દયી ટીમ બની રહી છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ન્યૂઝીલેન્ડને બીજી ટી-20 મળી કારમી હાર છે. જો તમે ન્યૂઝીલેન્ડ) આટલા નિમ્નસ્તરનાં સ્કોર પર આઉટ થઈ જશો તો તમે ભારત જેવી દુનિયાની સારી ટીમ સાથે કેવી રીતે પ્રતિસ્પર્ધા કરશો, આ ટીમની બેટીંગ લાઈનઅપ ઘણી સારી અને ઉંડી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે મે પહેલાંજ કીધું હતું કે કોલિન મુનરો અને માર્ટીન ગુપ્ટિલ જેવાં શાનદાર બેટ્સમેનોએ મોટા સ્કોર કરવા પડશે નહીંતો ભારતીય ટીમનો વિજયરથ રોકવો અત્યંત મુશ્કેલ થઈ જશે.

ભારતીય બોલરોની પ્રસંશા કરતા શોએબ અખ્તરે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાનાં બોલરો અત્યંત આક્રમક થઈ ગયા છે, અને શોર્ટ બોલ નાખવા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે, મેં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીમાં આવો આત્મવિશ્વાસ પહેલા ક્યારેય જોયો નથી. ટીમ ઈન્ડિયાનાં બોલરો ન્યૂઝીલેન્ડને ફ્કત આઉટ નથી કરી રહ્યા પરંતુ તેમને ડરાવી પણ રહ્યા છે. ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી વિચારે છે કે આ ટીમને આઉટ તો કરાવાની તો છે જ હવે તેમને મારો પણ.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો