GSTV
Home » News » લ્યો બોલો! આ ક્રિકેટર ગર્વ સાથે કહી રહ્યો છે, લગ્ન બાદ પણ મારા 6 યુવતીઓ સાથે રહ્યાં સંબંધો!

લ્યો બોલો! આ ક્રિકેટર ગર્વ સાથે કહી રહ્યો છે, લગ્ન બાદ પણ મારા 6 યુવતીઓ સાથે રહ્યાં સંબંધો!

પાકિસ્તાનના ઑલ રાઉન્ડર અબ્દુલ રઝાક તાજેતરમાં જ ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે તેમણે ભારતના ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યાના વર્લ્ડ કપ પ્રદર્શનને જોતાં કહ્યું હતું કે જો બીસીસીઆઇ ઇચ્છે તો હું તેને કોચિંગ આપવા માટે તૈયાર છું. તેવામાં હવે અબ્દુલ રઝાક એક નવા વિવાદને લઇને ચર્ચામાં આવ્યાં છે. તેમણે એક વીડિયોમાં એવો ખુલાસો કર્યો છે જેને જાણીને તમે દંગ રહી જશો.

પાકિસ્તાનના ઑલ રાઉન્ડરે એક ટીવી શૉ દરમિયાન કહ્યું કે તેમના 5-6 યુવતીઓ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર રહ્યાં છે. તેવામાં ભારતીય યુઝર્સ તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યાં છે. તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આટલા ગેરકાયદેસર સંબંધો રાખનાર હાર્દિક પંડ્યાને કોચિંગ આપશે!

ચોંકાવનારી વાત તો એ છે કે અબ્દુલ રઝાકે આ વાત ઘણી ખુશી સાથે જણાવી અને તેમને આ વાત પર ગર્વ પણ છે. સાથે જ સ્ટુડિયોમાં બેઠેલા લોકોએ પણ અબ્લુદ રઝાકના આ ખુલાસાને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી. જણાવી દઇએ કે રઝાકનું નામ બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે પણ જોડાઇ ચુક્યુ છે.

અબ્દુલ રઝાકે એક ટીવી શૉ દરમિયાન જણાવ્યું કે તેમના 5થી 6 એક્સ્ટ્રા મેરિટલ અફેર રહ્યાં છે અને દરેક સંબંધ એકથી દોઢ વર્ષ સુધી ચાલ્યા છે. રઝાકને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સંબંધો લગ્ન પહેલાં હતાં કે પછી? તો જવાબમાં તેમણે કહ્યું કે આ બધુ લગ્ન બાદ જ થયું.

જણાવી દઇએ કે કૉફી વિથ કરણ દરમિયાન હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને લઇને વિવાદ થયો હતો. જ્યાં હાર્દિક પંડ્યાએ યુવતીઓને લઇને ઘણું બધુ કહ્યું હતું જેને લઇને વિવાદ ઉભો થયો હતો. હવે જ્યારે રઝાકે પાકિસ્તાની ટીવી શૉમાં આવું નિવેદન આપ્યું છે તો ચોક્કસપણે તની કોચિંગ અને અન્ય બાબતો પર સવાલ ઉઠી રહ્યાં છે.

Read Also

Related posts

પ્રસવ પીડા દરમિયાન ડૉક્ટર મહિલાઓને પહેરાવી રહ્યાં છે VR હેડસેટ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

Arohi

રાશિ અનુસાર શ્રીકૃષ્ણને ધરાવો આ વસ્તુઓનો ભોગ, ચમકી જશે ભાગ્ય

Arohi

કેવી રીતે ભાવનગરના ખેડૂત મિશ્ર પાકમાં ઉત્તમ ઉત્પાદન લે છે ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!