ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે. બીજેપી એ વધુ એક કોંગી ધારાસભ્યને તોડ્યા છે. ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારું એ આજે પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરી ટોપી પહેરીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. એ સિવાય અન્ય કેટલાક સામાજિક આગેવાનો પણ બીજેપીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના સભ્ય જુલી બેન લોધિયા પણ ભાજપમાં જોડાયા છે એ સિવાય કોંગ્રેસના હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા છે.

- ગઢડા બેઠકના પૂર્વ ધારાસભ્ય
- વર્ષ ૨૦૦૨માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીતી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા
- વર્ષ ૨૦૦૭માં ફરી ટિકીટ મળી પરંતુ ચૂંટણી હાર્યા
- વર્ષ ૨૦૧૨માં પણ ગઢડા બેઠક પરથી ચૂંટણી લડી પરંતુ હાર મળી
- વર્ષ ૨૦૧૭માં ચૂંટણી જીતી બીજી વખત ધારાસભ્ય બન્યા
- વર્ષ ૨૦૨૦માં રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં વિવિધ હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે
પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન હતું કે આજે આંબેડકર જયંતિ છે કોંગ્રેસ આંબેડકરનું તૈલ ચિત્ર પણ નહોતી લગાવી શકી પરંતુ બીજેપી એ કામ કર્યું છે. મ્યુઝીયમ પણ 2014માં ડેવલપ થયું હતું ડિજિટલ ઇન્ડિયાનું જે સ્વપ્ન જોયું હતું એ પણ ભીમ નામથી રાખવામાં આવ્યું છે. પ્રવીણ મારું 2 ટર્મ ધારાસભ્ય રહ્યા કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવ્યા એ આવકાર્ય છે પ્રવીણ મારું એ નિવેદન કર્યું છે કે ચૂંટણી લડવાની ઈચ્છા કોને ના હોય ટીકિટ આપશે તો લડશું મને તો મુખ્યમંત્રી બનાવે તો પણ શું વાંધો હોય?
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ અગ્રેસરઃ ચૂંટણી પંચે ગોવામાં ‘પાર્ટી’નો દરજ્જો આપ્યો
- આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ
- ચીનના સૈન્ય અભ્યાસ પછી તાઈવાને પણ શરૂ કરી લાઈવ ફાયર આર્ટલરી ડ્રિલ, મોટી સંખ્યામાં જવાનો લેશે ભાગ
- એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં
- ફરી વિવાદમાં સ્મીમેર હોસ્પિટલ: પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો, AAPના કોર્પોરેટરોએ ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલો