GSTV
Aravalli ગુજરાત

પૂર્વ MLA સ્વ. જોષીયારાના પુત્ર કેવલ જોડાશે ભાજપમાં, બુધવારે ભિલોડાના કાર્યક્રમમાં ધારણ કરશે કેસરિયો

અરવલ્લીના ભિલોડા ખાતે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના કાર્યક્રમને આખરી ઓપ અપાયો ભીલોડાના ધારાસભ્ય સ્વ અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોશીયારા બુધવારે સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે..આ સાથે અરવલ્લી કોંગ્રેસના હોદ્દેદારો સહિત 1500 કાર્યકરો ભાજપમાં જોડાશે.

આ અંગે કેવલ જોષીયારાએ જણાવ્યું કે હું કોઈપણ જાતના વિધાનસભાની ટિકિટના સોદા વગર પોતાની વિચારસરણીથી ભાજપમાં જોડાઈ રહ્યો છું અને ભિલોડા તેમજ મેઘરજ તાલુકાનો વિકાસ થાય તે મારું મુખ્ય લક્ષ્ય રહેશે. અનિલ જોષીયારાના પુત્ર ભાજપમાં જોડાવાના હોવાની સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો.

ભિલોડાની આર.જી. બારોટ બી.એડ કોલેજમાં 24 મે ના રોજ યોજાનારા ભાજપના સંગઠનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લા પ્રભારી જયશ્રીબેન દેસાઈ ઉપસ્થિત રહેવાના હોવાથી અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને કાર્યકરો દ્વારા સંગઠનના કાર્યક્રમનો તખ્તો તૈયાર થઇ ચૂક્યો છે.

આ દિવસે ભિલોડાના ધારાસભ્ય સ્વ. અનિલભાઈ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના હસ્તે 1500 કાર્યકરો સાથે કેસરીયો ધારણ કરવાના હોવાથી જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને તમામ પાંખના કાર્યકરો પણ ઉપસ્થિત રહેવાના છે. ભિલોડાના સ્વ. ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર ભાજપમાં જોડાવાના હોવાની સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો.

MUST READ:

Related posts

LIVE! પીએમ મોદી અને અમિતશાહે મતદાનની કરી અપીલ, મતદારોમાં ભારે ઉત્સાહ! મતદાન માટે લોકોની લાંબી લાંબી કતારો

pratikshah

ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 10 હોટ સીટો પર જબરદસ્ત જંગ : આ બેઠકો નક્કી કરશે રાજકીય દિશા

pratikshah

GUJARAT ELECTION / સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા લગાવાયું એડીચોટીનું જોર, જાણો કઈ બેઠક પરથી ક્યો ઉમેદવાર મેદાનમાં

Kaushal Pancholi
GSTV