GSTV

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Last Updated on September 21, 2021 by Zainul Ansari

ગુજરાતના પૂર્વ પ્રવાસન, મત્યસ્યો ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ મંગળવારે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કૃષિમંત્રી સામે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે તેમના મતવિસ્તાર માણાવદર અને વંથલી તાલુકાના તમામ ગામોમાં પૂરના કારણે થયેલ નુકશાનનું વળતર ચુકવવા બાબતે ચર્ચા કરી હતી.

મૂળ કોંગ્રેસી જવાહર ચાવડાએ પ્રધાન પદ જતાં હવે નવી સરકારના પગ ખેંચવાનું શરૂ કર્યું છે. આ વાતની સાબિતી તેમની તાજેતરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથીની મુલાકાત આપે છે. પ્રધાનપદ જતાની સાથે જ જવાહર ચાવડાએ કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે મુલાકાત કરી તેમને વિનંતી પત્ર આપ્યો છે. આ પત્રમાં તેમણે તેમના મતવિસ્તાર માણાવદર અને વંથલી તાલુકાના ખેડૂતોને પુરના કારણે થયેલા નુકશાનનું વળતર આપવા વિનંતી કરી છે. આ અંગે તેમણે ટ્વીટ પણ કરી છે.

જુનાગઢમાં મૂશળદાર વરસાદ પડતા નદીઓ ઓવરફલો થઈ હતી. પાણી ખેતરમાં જતા ઉભેલા પાકને મોટું નુકશાન થયું હતું. ખેડૂતો તેમના પાકને થયેલા નુકશાનનું વળતરની માંગ કરી રહ્યા છે. આ બાબતે હવે પૂર્વ પ્રધાન જવાહર ચાવડા મેદાનમાં આવ્યા છે. તેમણે તેમની સરકાર સમક્ષ ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમના વિસ્તારમાં તેમણે સર્વે કરી નુકશાનીની ચકાસણી કરી હતી.

Read Also

Related posts

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!