GSTV
News Trending World

20 વર્ષમાં 99 કંપનીઓ ઊભી કરી : અસીમની સંપત્તિમાં અસીમ વધારો, સેનામાં પદ વધતું ગયું તેમ વધ્યું સામ્રાજ્ય

પાકિસ્તાનમાં લશ્કરી અધિકારીઓ સરમુખત્યાર બનવાની અથવા કરોડોની સંપત્તિ ઉભી કરવાની ઘટનાઓ નવી નથી. તાજેતરમાં જ તેમાં એક બીજું નામ સામે આવ્યું છે. દેશના ભૂતપૂર્વ સૈન્ય અધિકારી અને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરના પ્રમુખ જનરલ અસીમ સલીમ બાજવા પાસે અસીમ સંપત્તિ છે. તે વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના વિશ્વાસુ છે. પાકિસ્તાનના બહાદૂર પત્રકારે તાજેતરમાં બાજવાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. લશ્કરમાં તેનું પદ વધતાં તેમની સંપત્તિમાં પણ અનેકગણો વધારો થયો છે. બાજવાએ આરોપ લગાવ્યા બાદ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ સરકારે તેને મંજૂરી આપી નથી.

સધર્ન કમાન્ડર, જનરલ હેડક્વાર્ટરમાં જનરલ આર્મ્સ ઇન્સ્પેક્ટર,  સેનાના ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશનમાં ડાયરેક્ટર જનરલ પર રહેલા છે. બાજવા વડા પ્રધાન ઇમરાન ખાનની નજીક હોવાનું કહેવાય છે.

પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ ફેક્ટ ફોકસના અહેવાલ મુજબ બાજવાએ સેનામાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળતાં જંગી કમાણી કરી હતી. સીપીઇસીના અધ્યક્ષ બન્યા, જેણે તેના પરિવારને ઘણા ફાયદા આપ્યા. બાજવા પાસે 4 દેશોની 99 કંપનીઓ સાથે, ભાઈઓ, પત્ની અને પુત્રોથી ભરેલા આખા વ્યવસાયનું સામ્રાજ્ય છે. તેમાં 133 આઉટલેટ્સવાળી પીઝા ફ્રેન્ચાઇઝ કંપની શામેલ છે.

આ કંપનીઓ માટે અંદાજે 52 મિલિયન (લગભગ 400 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે. આ ઉપરાંત, તેમના પરિવાર પાસે પણ યુ.એસ. માં બે સંપત્તિ છે, જેના માટે 1.45 મિલિયન (લગભગ 106 કરોડ) ખર્ચવામાં આવ્યા છે. સીપીઇસી પ્રોજેક્ટની કિંમત ચાર વર્ષમાં વધીને રૂ. 1.17 લાખ કરોડ થઈ છે.

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV