GSTV
Home » News » મેલશિયાના રાજાએ આ સુંદર છોકરી માટે છોડી દીધુ સિંહાસન, હવે થયા છૂટાછેડા

મેલશિયાના રાજાએ આ સુંદર છોકરી માટે છોડી દીધુ સિંહાસન, હવે થયા છૂટાછેડા

મલેશિયાના પૂર્વ રાજા સુલ્તાન મોહમ્મદ-વી(51)એ એક વર્ષ પહેલાં પોતાના કરતાં 23 વર્ષ નાની રશિયન બ્ટુટી ક્વીન સાથે લગ્ન કર્યા હતા. સુલ્તાને ઓક્સાના વીવોદીના સાથે લગ્ન કરવા માટે પોતાની રાજગાદી સુધી છોડી દીધી હતી.

લગ્ન બાદ ઓક્સાનાએ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો હતો અને પોતાનું નામ બદલીને રિહાના ઓક્સાના પેટ્રા કરી દીધુ હતુ. ઓક્સાનાએ મે મહિનામાં પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ ઈસ્માઈલ લાયન છે.

ઓક્સાનાએ પુત્ર ઈસ્માઈલ લાયનનાં જન્મનાં થોડા સપ્તાહ બાદ જ ડાયવોર્સની કૉપી સુલ્તાનને મોકલી દીધી હતી. ઓક્સાનાએ ભરેલાં આ પગલાની ઘણા લોકોએ નિંદા કરી હતી.

સુલ્તાન મોહમ્મદ-વી અને ઓક્સાના વીવોદીનાએ ડાયવોર્સ માટે સિંગાપોરમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આ પ્રક્રિયા 22 જૂનથી 1 જૂલાઈ સુધી ચાલી હતી. હવે બંને અલગ રહી રહ્યા છે.

સુલ્તાન મોહમ્મદ-વીએ ગાદી છોડ્યા બાદ મલેશિયામાં પહંગ સ્ટેટના સુલ્તાન અબ્દુલ્લા સુલ્તાન અહમદ શાહને નવા રાજા બનાવાયા હતા. અબ્દુલ્લા સુલ્તાને સુલ્તાન મોહમ્મદ પંચમની જગ્યા લીધી છે.

READ ALSO

Related posts

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!