GSTV

બિહાર ચૂંટણી પ્રચારમાં ભાજપને મોટો ઝટકો, મહારાષ્ટ્રના પૂર્વ મૂખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ થયા કોરોનાથી સંક્રમિત

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોના સંક્રમિત થયા છે. તેણે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે સાથે જ તેના સંપર્કમાં આવેલા લોકોને જરૂરત પડ્યે ટેસ્ટ કરાવી લેવા માટે પણ જણાવ્યું છે.

પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે કર્યું ટ્વિટ

ફડણવીસે ટ્વિટ કર્યું છે કે, હું લોકડાઉન બાદથી દરેક દિવસ કામ કરી રહ્યો છું. પરંતુ હવે એવું લાગે છે કે ઈશ્વર ઈચ્છે છે કે થોડો સમય રોકાઈ જાવ, રજા લઈ લવ, મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હું આઈસોલેશનમાં છું. ડોક્ટરોની સલાહ ઉપર દવાઓ લઈ રહ્યો છું. તેણે આગળ લખ્યું કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યાં છે તેને સલાહ આપું છુ કે, તે કોવિડ-19 ટેસ્ટ કરાવે. તમામ લોકો ધ્યાન રાખે. જણાવી દઈએ કે, દેવેન્દ્ર ફડણવીસ બિહારની ચૂંટણીમાં ભાજપના પ્રભારી છે. તે બિહારમાં ભાજપ માટે પ્રચાર કરી રહ્યાં છે. તે સતત રેલીઓને સંબોધી રહ્યાં છે.

Related posts

દરેક નાગરિકને મોદી સરકાર આપી રહી છે 1,30,000 રૂપિયા? જાણો વાયરલ થઇ રહેલા આ મેસેજની શું છે હકીકત

Bansari

અહેમદ પટેલઃ સંકટમોચક અને અડીખમ યોદ્ધાની વિદાય, કોંગ્રેસને ન પૂરાય એવી પડી ખોટ

pratik shah

અમર- અકબર, એન્થનીની ત્રિપૂટીમાં અહેમદ પટેલનું આવતું નામ, 28 વર્ષની ઉંમરે અહેમદ પટેલ સાંસદ બન્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!