GSTV
Home » News » મામા ફરીવાર મુડમાં, કૉગ્રેસ પર શાયરી બોલી કે ‘સર્દી, ખાસી ન મલેરિયા હુઆ યારો ઈસકો રોફેલિયા હુઆ’

મામા ફરીવાર મુડમાં, કૉગ્રેસ પર શાયરી બોલી કે ‘સર્દી, ખાસી ન મલેરિયા હુઆ યારો ઈસકો રોફેલિયા હુઆ’

રફાલ ડીલ મામલે કોંગ્રેસના આરોપ બાદ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શાયરાના અંદાજમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. શિવરાજસિંહે ટ્વિટ કરીને જણાવ્યુ કે, કોંગ્રેસને ‘સર્દી, ખાસી ન મલેરિયા હુઆ યારો ઈસકો રોફેલિયા હુઆ’

શિવરાજસિંહે આ પ્રકારનુ ટ્વિટ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિરોધીઓના આરોપ બાદ કર્યુ હતું. કોંગ્રેસે રફાલ ડીલ મામલે કેન્દ્ર સરકારને સતત ઘેરવાની કોશિશ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે, પીએમ મોદીના નાક નીચે કરોડો રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો. અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે પીએમ મોદીએ રફાલની ડીલ કરાવી છે.

આ સમગ્ર ઘટના પીએમ મોદીની જાણકારી હેઠળ કરવામાં આવી છે. જેથી રફાલ ડીલમાં કોંગ્રેસ જેપીસી તપાસની માગ કરી રહી છે. પરંતુ સરકાર જેપીસીની રચના કરવા તૈયાર નથી. ત્યારે કોંગ્રેસ સતત ચોકીદાર ચોર હોવાનું નિવેદન આપી સરકાર અને પીએમ મોદીને ઘેરી રહી છે.

READ ALSO

Related posts

રાજતિલક : ચાર સદી જૂનો છે રાજકોટના રાજવી પરિવારનો ભવ્ય ઈતિહાસ

Nilesh Jethva

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

pratik shah

દેશમાં વ્યક્તિદીઠ દેવામાં 27,200નો વધારો, બજેટમાં સરકાર જણાવે આ ભાર કેમ હળવો થશે: કોંગ્રેસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!