GSTV
Home » News » જેટ એરવેઝનાં પૂર્વ ચેરમેનની અટકાયત, મુંબઇ એરપોર્ટ પરથી પતી-પત્નીને કસ્ટડીમાં લેવાયા

જેટ એરવેઝનાં પૂર્વ ચેરમેનની અટકાયત, મુંબઇ એરપોર્ટ પરથી પતી-પત્નીને કસ્ટડીમાં લેવાયા

જેટ એરવેઝનાં પૂર્વ ચેરમેન નરેશ ગોયલ પોતાની પત્ની સાથે લંડન જવાની ફિરાકમાં હતાં. ત્યારે મુંબઇ હવાઇમથક પર ઇમિગ્રેશન વિભાગનાં અધિકારીઓએ તેમને અટકાવીને બન્નેને કસ્ટડીમાં લીધા છે. નરેશ ગોયલ અને તેમની પત્ની દેશ છોડીને ભાગી જતા રોકવામાં આવ્યા છે. નરેશ ગોયલ વિરૂદ્ધ લુકઆઉટ સરક્યુલર જાહેર કરાવમાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે નરેશ ગોયલ અને અનિતા ગોયલ એમિરેટ્સની ફ્લાઇટમાં મુંબઇથી લંડન જતા હતા. તેમનું વિમાન ટેકઓફ કરવા માટે તૈયાર હતાં. ત્યારે જ એમિરેટ્સની ફ્લાઇટને રોકવામાં આવી અને બન્ને પતી-પત્નિની અટકાયત કરાઇ છે.

જેટ એરવેઝ મામલે બે તપાસ એજન્સી નરેશ ગોયલની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ તપાસ એજન્સીઓ સિરીયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસ(SFIO) અને પ્રવર્તન નિર્દેશાલય(ED) છે. જે ગોયલની ભૂમિકા મામલે તપાસ કરે છે. તાજેતરમાં જ જેટ એરવેઝમાં કર્મચારીઓનું સેલેરી સંકટ સર્જાયું હતું. ત્યારબાદ આ કંપની ની ઉડાનો રદ્દ કરવામાં આવી છે. તેમજ કંપનીનાં અનેક અધિકારીઓ રાજીનામું આપી ચુક્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પેટાચૂંટણીના પ્રચારમાં લાગેલા બેનરોમાં આ કોંગી નેતાનો ફોટો ગાયબ, કાર્યકરોમાં ભારે રોષ

Nilesh Jethva

ગઢડા સ્વામિનારાયણ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીની ગાડી પર હુમલો

Nilesh Jethva

બોની કપૂરની ફિલ્મ સિક્વલમાં સલમાન ખાને કેમ કામ કરવાની પાડી ના…?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!