GSTV
Gujarat Government Advertisement

ભારતનાં આ પૂર્વ ક્રિકેટરની સામે નોંધાઈ FIR, ટ્રાવેલ એજન્ટ સાથે પૈસાની છેતરપિંડીનો છે આરોપ

Last Updated on January 23, 2020 by Mansi Patel

પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સહિત ત્રણ લોકો પર ટ્રાવેલ એજન્ટ મોહમ્મદ શાદાબએ 20 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં ઓરંગાબાદમાં એફઆઈઆર નોંધાઈ છે. બુધવારે પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ ચાલી રહી છે.

આ કેસ ‘દાનિશ ટૂર એન્ડ ટ્રાવેલ્સ’ ના માલિક મોહમ્મદ શાદાબની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, 9 નવેમ્બરથી 12 નવેમ્બર 2019 દરમિયાન, અવિક્કલે અઝહરુદ્દીન અને પોતાના માટે ઘણા વિદેશી શહેરો માટે ટિકિટ બુક કરાવી અને રદ્દ કરી હતી. શાદાબ જેટ એરવેઝના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ પણ છે.

આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી એડી નાગરેએ જણાવ્યું હતું કે, પ્રથમ માહિતીના આધારે મુજીબ ખાન સામે કેસ નોંધવામાં આવ્યો છે, જે ઓરંગાબાદનો રહેવાસી છે. સુદિશ અવિક્કલ (કેરળ) અને મોહમ્મદ અઝહરુદ્દીન (હૈદરાબાદ) ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

અવિક્કલ તરફથી અઝહરુદ્દીનનાં ખાનગી સચિવ મુઝીબ ખાને શાદાબને ટિકિટનાં પૈસા પછીથી આપવા માટે કહ્યુ હતુ. પરંતુ તેમ છતાં તેમને હજી સુધી ટિકિટનાં પૈસા મળ્યા નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!