GSTV
Home » News » EDએ ICICI બેન્કના પૂર્વ સીઇઓ ચંદા કોચર અને દિપક કોચરની 8 કલાક સુધી કરી પૂછ પરછ

EDએ ICICI બેન્કના પૂર્વ સીઇઓ ચંદા કોચર અને દિપક કોચરની 8 કલાક સુધી કરી પૂછ પરછ

આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઇઓ અને એમડી ચંદા કોચરની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. જ્યારે ઇડીએ બુધવારે અસ્પષ્ટ લોનની મંજૂરી સાથેના સંબંધમાં 8 કલાક માટે પૂછપરછ કરી હતી. જેમાં તેમની પર આરોપ છે કે તેમના પતિ દીપક કોચરને રોકાણનાં સ્વરૂપમાં ફાયદો મળવાનાં કારણે ખાનગી કંપની માટે લોન મંજૂર કરી હતી.

ચંદા કોચર અને તેના પતિ દીપક કોચર EDનાં મુખ્યમથક પર સવારે લગભગ દસ વાગ્યે પહોંચ્યા હતા. અને 8 વાગ્યા સુધી તેમની સાથે પૂછ પરછ કરવામાં આવી હતી. જ્યારે આ પહેલાં પણ તપાસ એજન્સીએ મંગળવારે બંનેને પૂછપરછ કરી હતી. સુત્રો પાસેથી માહીતી મળતા જણાવ્યું હતું કે છે કે જે બંનેની પૂછ- પરછ એ વાત પર આધારિત છે કે જે કંપનીઓને ચંદાકોચરે લોન આપી હતી ,તેનાં બદલામાં તેમણે દીપક કોચર કંપની નૂપાવરને ફાયદો પહોચાડયો હતો.

તેમાં બીગ કોર્પોરેટ ગ્રુપ વિડિયોકોન મેટ્રિક્સ, બાયોટેક અને ભૂષણ સ્ટીલ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ બધી કંપનીઓને લોન ચંદા કોચર જયાં સુધી સીઇઓ તરીકે હતી ત્યારે આપવામાં આવી હતી, જે પાછળથી એનપીએ બદલી હતી.

જ્યારે ઇડી આ બધી કંપનીઓ માટે લોન મંજૂરીમાં ચંદા કોચરની ભૂમિકાની તપાસ કરી રહી છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ તપાસ એજન્સીને શંકા છે કે લોન મંજૂર થવાને બદલે ચંદા કોચરની પતિની કંપનીને ફાયદો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચંદા કોચર દ્વારા સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડને સમાન લોન આપવામાં આવી હતી. આ કંપની ભાગેડું નિતિન સંદેસરા અને ચેતન સંદેસરાની હતી.

READ ALSO

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!