GSTV

શંકરસિંહ વાઘેલા આ 2 બેઠકો પરથી લડશે લોકસભાની ચૂંટણી, એનસીપીમાં સત્તાવાર એન્ટ્રી

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અગાઉની ધારણા પ્રમાણે આજે બપોર પછી સત્તાવાર રીતે સરદ પવારના પક્ષ NCP સાથે જોડાઈ જશે. આજે બપોર પછી તેઓ આ અંગે એક પત્રકાર પરિષદ પણ સંબોધવાના છે.  સચિવાલયના સૂત્રો જણાવે છે કે ભૂતકાળમાં BJP અને કોંગ્રેસમાં દિગ્ગજ નેતા તરીકે ઉપજાવનારા શંકરસિંહ વાઘેલાનું મુખ્ય લક્ષ્ય BJP અને કોંગ્રેસના મત તોડવાનું રહેશે. શંકરસિંહ વાઘેલા પોતે લોકસભાની ચૂંટણી ગોધરા અથવા તો સાબરકાંઠામાંથી લડી શકે છે. શરદ પવાર ગુજરાત આવી ગયા છે. એનસીપીએ મહારાષ્ટ્રમાં ગઠબંધન કર્યું છે. હવે ગુજરાતમાં શંકરસિંહ જ્યાં કોંગ્રેસ મજબૂત છે એ સીટ પરથી ચૂંટણી લડવા માગે છે. જેને પગલે કોંગ્રેસની સીટ તો ઘટશે અને કોંગ્રેસમાં ન રહી રાજ્યસભામાં નુક્સાન પહોંચાડનાર શંકરસિંહને જીતાડવા માટે કોંગ્રેસે પ્રયત્નો કરવા પડશે. આમ આડકતરો ભાજપ માટે શંકરસિંહ સારો વિકલ્પ છે. આજે એનસીપીના શરદ પવાર અને પ્રફુલ્લ પટેલની હાજરીમાં શંકરસિંહ એનસીપીમાં સત્તાવાર જોડાઈ ગયા છે. જેઓએ જોડાતાંની સાથે જ મોદીને ઝાટક્યા છે.

કોંગ્રેસમાંથી નીકળી જનારા વાઘેલાનો આમ તો કોઇ ભાવ પૂછતું નથી

ભૂતકાળમાં વાઘેલાએ ગોધરાથી ચૂંટણી લડીને જીતી હતી. જોકે સાબરકાંઠામાંથી તેઓ હારી ગયા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી નીકળી જનારા શંકરસિંહ વાઘેલાનો આમ તો કોઇ ભાવ પૂછતું નથી પરંતુ દિલ્હીના કેટલાક પક્ષ દ્વારા ગુજરાતમાં પોતાના નાના મોટા કામ કરવા માટે શંકરસિંહનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાનો ચાર દાયકાથી વધુનો અનુભવ છે. તેઓ BJP-કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો તથા અગ્રણીઓની તેમજ મતદારોની નસને બરોબર ઓળખી ગયા છે.

શંકરસિંહ વાઘેલા 20 ઓગસ્ટ, 1996માં ભાજપથી અલગ થયા

શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં સક્રિય હતા. પછી 1969થી જનસંઘ-જનતાદળ અને બાદમાં ભારતીય જનતા પાર્ટીમાં રહ્યાં હતા. ગુજરાતમાં RSSમાં અને ભાજપમાં સંગઠનનું કામ કર્યું હતું. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.  તેઓ 1977થી 6, 9, 10, 13, 14મી લોકસભામાં 5 વખત ચૂંટાયા હતા. 1984થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય હતા. 1977થી 1980 સુધી ગુજરાત જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ, 1980થી 1991 સુધી ગુજરાત ભાજપના મહામંત્રી અને પ્રમુખ તરીકે કામ કર્યું હતું.  1995માં ભાજપે 121 બેઠકો મેળવી સત્તા મેળવી અને કેશુભાઈને CM બનાવવામાં આવ્યા ત્યારે તેમને તે પસંદ ન પડ્યું. શંકરસિંહ વાઘેલા 20 ઓગસ્ટ, 1996માં ભાજપથી અલગ થયા હતા.

ગુજરાતમાં BJP-કોંગ્રેસ સિવાય લોકો કોઈ પણ પક્ષને સમર્થન કરતા નથી

બીજી બાજુ ગુજરાતમાં BJP-કોંગ્રેસ સિવાય લોકો અન્ય કોઈ પણ પક્ષને સમર્થન કરતા નથી. જ્યારે શંકરસિંહ વાઘેલાના અનેક સમર્થકો છે, તેઓ ચૂંટણીમાં આ બંને મુખ્ય પક્ષ અને કેટલું નુકશાન કરી શકે છે જેના માટે જ NCPએ શંકરસિંહની પસંદગી કરી છે. લોકસભાની ચૂંટણીમાં જો BJPની સરકાર નહીં આવે અને મિશ્ર સરકારમાં NCP જોડાશે તો શંકરસિંહ વાઘેલા મહત્વનું ખાતું કે અન્ય કોઈ જવાબદારી મળી શકે છે.


Related posts

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!