GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

પૂર્વ નાણા મંત્રી જેટલીની તબિયત અત્યંત નાજૂક : લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા

દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીને લાઇફ સપોર્ટ સીસ્ટમ પર રખાતા દેશના અનેક મોટા નેતાઓ તેમની તબીયતની હાલ પૂછવા હોસ્પિટલે પહોંચ્યા હતા.

આજે હોસ્પિટલની મુલાકાતે ગયેલાઓમાં  બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, રેલવે મંત્રી પીયુષ ગોયલ, કોંગ્રેસના અભિષેક સિંઘવી અને સિંધીયા વગેરેનો સમાવેશ થતો હતો.ઉપરાંત કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન, ભાજપના સતીષ ઉપાધ્યાયા અને એર ચીફ માર્શલ બિરેન્દ્ર સિંહ ઘનોઓના પણ જેટલીની તબીયતના સમાચાર જાણવા એઇમ્સમાં ગયા હતા.

 66 વર્ષના ભાજપના નેતા જેટલીને લાઇફ સપોર્ટ સીસ્ટમ પર રખાયા હતા અને તેમની સ્થિતિ પર અનેક નિષ્ણાત ડોકટરો નજર રાખી રહ્યા હતા, એમ હોસ્પિટલના સત્તાવાળાઓએ કહ્યું હતું. બસપાના વડા માયાવતીએ પણ તેમની ખબર કાઢવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે ‘આજે હું પૂર્વ નાણા મંત્રી જેટલીની તબીયતના ખબર કાઢવા એઇમ્સમાં ગઇ હતી. મેં  તેમના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના આપીને તેમના સારા આરોગ્ય માટે શુભ્ચ્છા વ્યક્ત કરી હતી’.

તો કેન્દ્રના આરોગ્ય મંત્રી વર્ધને કહ્યું હતું કે ‘ એઇમ્સના ડોકટરો જેટલીની સારી રીતે દેખભાળ રાખે છે’. શુક્રવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ગૃહ મંત્રી અમીત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી એ પણ હોસ્પિટલમાં જેટલીના ખબર અંતર પૂછવા મુલાકાત લીધી હતી.જો કે એઇમ્સ દ્વારા જેટલીની તબીયત અંગે કોઇ જ બુલેટીન બહાર પાડવામાં આવ્યો નહતો.

READ ALSO

Related posts

કોંગી ધારાસભ્યોને રાજસ્થાનના રિસોર્ટમાં રાખવાનો જિલ્લા ભાજપનો ભારે વિરોધ, રાજકારણમાં આવ્યો ગરમાવો

pratik shah

શરમથી માથુ ઝુકી જાય તેવી ઘટના, હોસ્પિટલનું બિલ ન ચુકવી શક્યા તો દર્દીને બેડ સાથે બાંધી દીધો

Pravin Makwana

જૂનના અંત સુધી દિલ્હીને 15,000 પથારીની જરૂર હોસ્પિટલોમાં અન્ય કોઈની સારવાર નહીં કેજરીવાલ કેબિનેટનો નિર્ણય

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!