GSTV
Home » News » જ્યાં જ્યાં ફસાઈ મોદી સરકાર ત્યાં ત્યાં આ રીતે અરૂણ જેટલીએ સંકટમોચકની ભૂમિકા નિભાવી

જ્યાં જ્યાં ફસાઈ મોદી સરકાર ત્યાં ત્યાં આ રીતે અરૂણ જેટલીએ સંકટમોચકની ભૂમિકા નિભાવી

બીજેપી નેતા અરૂણ જેટલીનું આજે બપોરે 12.07 વાગે એમ્સમાં નિધન થયું હતું. ગંભીર બીમારીથી જજૂમી રહેલા જેટલી 9 ઓગસ્ટે એમ્સમાં દાખલ થયા હતા. નરેન્દ્ર મોદી સરકારના પહેલા કાર્યકાળના સૌથી મોટા સંકટમોચક અરૂણ જેટલીએ આ વખતે બિમારીના કારણે ચૂંટણી ન હતી લડી સાથે જ સરકારમાં કોઈ પણ પ્રકારનું પદ ન હતુ લીધું. જોકે બિમાર હોવા છતા તે લોકસભા ચૂંટણી પ્રચાર સમયે સક્રિય રહ્યા હતા. સોશિયલ મીડિયા દ્વારા વિપક્ષ પર સતત હુમલો કરતા હતા.  

નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં અરૂણ જેટલી નાણા પ્રધાન હતા. તે સમયે તેમણે રક્ષા મંત્રીલયનો કાર્યભાર પણ અસ્થાઈ રીતે સંભાળ્યો. એ વાત અલગ છે કે અરૂણ જેટલી અમૃતસરથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા પરંતુ તેમની યોગ્યતાને જોતા પ્રધાનમંત્રી મોદીએ તેમને મંત્રિમંડળમાં કેબિનેટ મંત્રીનું પદ સોંપ્યું હતું. મોદી સરકારે પહેલા કાર્યકાળમાં તેમની છવિ બીજા નંબરના નેતા તરીકે હતી.

મોદી સરકાર પહેલા અરૂણ જેટલી અટલ બિહારી વાજપેયી સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. ત્યારે તેમને ઉદ્યોગ-વાણિજ્ય અને કાયદા મંત્રાલયનો કાર્યભાર સોંપાવામાં આવ્યો હતો. પરંતુ મોદી રાજમાં ઘણી વખત મુશ્કેલીમાં આવેલી સરકાર માટે સંકટમોચક બનીને સામે આવ્યા અને સરકારને મુશ્કેલીઓથી બહાર કાઢી હતી.

નોટબંદી અને જીએસટી લાવ્યા

2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પ્રચંડ જીતની સાથે સત્તામાં પરત ફરેલી બીજેપીની આગેવાની વાળી મોદી સરકારમાં જેટલીને નાણા અને રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું. આ ઉપરાંત, તેમને કોર્પોરેટ અફેર્સ મંત્રીની જવાબદારી પણ સોંપવામાં આવી.

અરૂણ જેટલી નાણા પ્રધાન રહ્યા તે સમયે મોદી સરકારે 8 નવેમ્બર 2016એ દેશમાં નોટબંધીની ઘોષણા કરી. કાળાધન પર અંકુશ લાવવા માટે 500-1000ની નોટને ચલણથી બહાર તરી દીધી. તેમના જ કાર્યકાળમાં જીએસટી પણ લાગુ કરવામાં આવ્યું. માનવામાં આવી રહ્યું છે કે નાણા પ્રધાનની પદ પર અરૂણ જેટલી નોટબંધી અને જીએસટી જેવા મોદી સરકારના નિર્ણમાં મુખ્ય ભુમિકા નિભાવી.

29 મે 2019એ અરૂણ જોટલીએ મોદીને પત્ર લખીને બિમારીના કારણે આવતી ચૂંટણથી દૂર રાખવાની વિનંતી કરી હતી. તે કિડની સંબંધી બિમારીથી પીડાઈ રહ્યા હતા. પાછલા વર્ષે 14મે એ અમ્સમાં તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2019માં તપાસ વખતે જાણ થઈ કે જેટલીને સોફ્ટ ટિશ્યુ સારકોમાની બિમારી છે. તેનો ઈલાજ તેમણે ન્યુયોર્ક જઈને કરાવ્યો હતો. તે બિમારીથી તે સ્વસ્થ થઈ ગયા પરંતુ તેમના સ્વાસ્થ્યમાં સતત ઉતાર ચઠાવ આવતા હતા. તેમનો સતત ઈલાજ ચાલી રહ્યો હતો.

Read Also

Related posts

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva

ગ્લોબ માસ્ટર વિમાન મારફતે ડોનાલ્ડ ટ્રમ્પની બંને ‘બિસ્ટ કાર’ આવી પહોંચી અમદાવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!