GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

સુષ્મા સ્વરાજ : એ નેતા જે થાક્યા વિના સત્તત કામ કરતા હતા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરતા તેને પોતાની વ્યક્તિગત ક્ષતિ ગણાવી. અને કહ્યું કે આ સાથે ભારતીય રાજનીતિનો એક ગૌરવશાળી અધ્યાય સમાપ્ત થયો છે. સુષ્મા સ્વરાજ દેશ માટે કરેલા કામ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે ભારતીય રાજનીતિનો એક ગૌરવશાળી અધ્યાય ખતમ થઇ ગયો.

એક એવી નેતા કે જેમણે જન સેવા અને ગરીબોના જીવનને સુધારવા માટે પોતાની જિંદગી સમર્પિત કરી દીધી. તેમના નિધનથી ભારત દુઃખી છે. સુષ્મા સ્વરાજ કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત હતી. પીએમએ સુષ્માને યાદ કરતા લખ્યું કે સુષ્માજી એક પ્રખર વક્તા અને ઉત્કૃષ્ટ સાંસદ હતા. તેમને તમામ પાર્ટી તરફથી પ્રશંસા અને સન્માન મળ્યું. જ્યારે વિચારધારા અને ભાજપના હિતની વાત આવતી હતી ત્યારે તેઓ કોઇ પણ સમજૂતી કરતા ન હતા. વિચારધારા અને પાર્ટીના વિકાસમાં તેમણે મોટું યોગદાન આપ્યું.

પીએમ મોદીએ પોતાના પૂર્વ કેબિનેટ સહયોગીના કાર્યકાળને યાદ કરતા લખ્યું હતુ કે હું ક્યારેય તે ન ભૂલી શકું કે સુષ્માજીએ વિદેશ પ્રધાન તરીકે છેલ્લા પાંચ વર્ષમાં કઇ રીતે થાક્યા વગર કામ કર્યું. તેમની ભાવના અને પ્રતિબદ્ધતા અદ્વિતિય હતી. તેમણે લખ્યું કે સુષ્માજીનું નિધન મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. ભારત માટે તેમણે જે કર્યુ, તેના માટે તેઓ હંમેશા યાદ રાખવામાં આવશે. આ દુર્ભાગ્યપૂર્ણ ક્ષણમાં હું તેમના પરિવાર, સમર્થકો અને પ્રશંસકોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું.

READ ALSO

Related posts

કોરોનાના ટેસ્ટ મામલે મોદી સરકારનો મોટો ખુલાસો, આ રીતની તુલનામાં 14 દેશોમાં ભારત કરતાં 22 ગણા વધારે કેસ

Harshad Patel

કોરોનાનો ડર : આ દેશમાં ઘરમાં પણ આ વ્યક્તિ સાથે શારીરિક સંબંધો ગેરકાયદેસર ગણાશે

Dilip Patel

જૉર્ડ ફ્લૉઈડના મોત પર દિગ્ગજ માઈકલ જોર્ડનનું નિવેદન, કહ્યુ-હું ગુસ્સામાં છું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!