GSTV
Home » News » પંજાબમાં જન્મ, દિલ્હીમાં અભ્યાસ: ‘યુપીનાં વહુ’ તરીકે ઓળખા શીલા દીક્ષિતનું આવું હતું જીવન

પંજાબમાં જન્મ, દિલ્હીમાં અભ્યાસ: ‘યુપીનાં વહુ’ તરીકે ઓળખા શીલા દીક્ષિતનું આવું હતું જીવન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતનું લાંબા માંદગી બાદ નિધન થયું છે. 81 વર્ષની આ નેતા આટલી ઉંમરે પણ કોંગ્રેસની ફેવરેટ અને દમદાર નેતાઓની યાદીમાં સામેલ હતી. ત્યારે આવો જાણીએ તેમના જીવનની કેટલી જૂની યાદો વિશે.

શીલા દીક્ષિત કોંગ્રેસ અને ભારતીય રાજનીતિનો એક જાણીતો ચહેરો હતા. દિલ્હીમાં તો તેમણે ત્રણ ટર્મ સુધી મુખ્યપ્રધાન પદ ભોગવ્યું.

પંજાબમાં જન્મ અને દિલ્હીમાં કર્યો અભ્યાસ

શીલા દિક્ષીતનો જન્મ 31 માર્ચ, 1938ના રોજ પંજાબના કપૂરથલામાં થયો હતો. લગ્ન પહેલા તેમનું નામ શીલા કપૂર હતું. તેમની શરૂઆતનું ભણતર દિલ્હીની જીસસ એન્ડ મેરી સ્કૂલમાં થયું. જ્યારે કે હિસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી તેમણે દિલ્હી યુનિવર્સિટીના મિરાંડા હાઉસ કોલેજમાંથી મેળવી. તેમના લગ્ન આઇએએસ અધિકારી વિનોદકુમાર દીક્ષિત સાથે થયા હતા. વિનોદ કુમાર કોંગ્રેસી નેતા અને સ્વતંત્રતા સેનાની ઉમાશંકર દીક્ષિતના પુત્ર હતા. શીલા અને વિનોદ મિરાંડા હાઉસ કોલેજમાં એક સાથે અભ્યાસ કરતાં હતા. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. શીલા અને વિનોદને સંતાનમાં એક પુત્ર સંદીપ અને એક પુત્રી લત્તિકા છે.

સસરા પાસેથી મળ્યા રાજનૈતિક સંસ્કાર

શીલા દીક્ષિતે રાજનીતિના પાઠ પોતાના સસરા ઉમાશંકર દીક્ષિત પાસેથી શીખ્યા હતા. તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને રાજ્યપાલના પદે રહ્યા હતા. 80ના દાયકામાં એક રેલવે યાત્રા દરમિયાન શીલા દીક્ષિતના પતિ વિનોદ કુમાર દીક્ષિતનું મૃત્યું થયું. જે બાદ શીલા દીક્ષિતે પોતાના બાળકો અને પરિવારના રાજકીય વારસાનું સારી રીતે જતન કર્યું. તેમનાં સસરા યુપીનાં ઉન્નાવનાં રહેવાસી હતાં. જેથી શીલા દીક્ષિતને યુપીની વહુ તરીકે પણ ઓળખવામાં આવતા હતાં.

આ કારણે ગાંધી પરિવારની ગુડબૂકમાં હતા શીલા દીક્ષિત

1984ની લોકસભા ચૂંટણીમાં જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસના સમર્થનમાં રાજકીય લહેર ઉભી થઇ તો શીલા દીક્ષિત બ્રાહ્મણોના વર્ચસ્વવાળી કન્નૌજ બેઠક પરથી સાંસદ પદે ચૂંટાયા હતા. ગાંધી પરિવારની સાથે શીલા દીક્ષિતની નિકટતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે તે જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યાના અહેવાલ સાંભળીને રાજીવ ગાંધી કોલકત્તાથી દિલ્હી માટે રવાના થયા. ત્યારે તેમની સાથે તે વિમાનમાં પ્રણવ મુખર્જીની સાથે શીલા દીક્ષિત પણ હાજર હતા.

રાજકિય રણનીતિ ઘડવામાં નિપુણ હતા

શીલા દીક્ષિતે જ રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવવા માટેની રણનીતિ ઘડી હતી. જે બાદ શીલા દીક્ષિતનું રાજીવ ગાંધી સરકારમાં પ્રમોશન થયું.  તેમને સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવાયા હતા. જો કે બાદમાં કોંગ્રેસ સત્તામાંથી બેદખલ થઇ અને શીલા દીક્ષિત પણ ચૂંટણી હારી ગયા હતા. આ દરમિયાન તેમના સસરા ઉમાશંકર દીક્ષિતનું નિધન થયું. જે બાદ શીલા દીક્ષિત દિલ્હીને પોતાનું આશ્રયસ્થાન બનાવી લીધું..

1991માં નરસિમ્હા રાવના નેતૃત્વમાં કોંગ્રેસની સત્તા વાપસી થઇ. પરંતુ તે સમયે ગાંધી પરિવારના નિકટવર્તી લોકોને તેટલું સન્માન મળ્યું ન હતુ. તેથી શીલા દીક્ષિત મંત્રીપદથી દૂર રહ્યા હતા.

READ ALSO

Related posts

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

તુઘલકાબાદમાં ભડકેલી હિંસાના પગલે ભીમ આર્મીના ચીફ સહિત 91 લોકોની ધરપકડ

Mayur

આ યુનિવર્સિટીમાં એવી રેગિંગ થઈ કે 150 વિદ્યાર્થીઓના મુંડન કરાવી નાખ્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!